Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાણા-લીંબડી ૧૦૮ ની પ્રશંસનીય કામગીરી

 ખંભાળિયા : ઓખા મંડલ તાલુકાના બેટ દ્વારકામાં રહેતા સાબિરાબેન અસલમભાઇ ગંભીર સ્થિતિમાં ૧૦૮ ની ટીમ દ્વારા પ્રસુતાની સુરક્ષીત ડિલિવરી કરાવી અને માતા તેમજ બંને બાળક એક બેબી અને એક બાબોનો જીવ બચાવ્યો હતો. સિઝેરિયનના યુગમાં પણ ૧૦૮ દ્વારા નોર્મલ ડીલેવરી કરાવી છે. દ્વારકા સરકારી હોસ્પીટલમાંથી ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં રીફર કરેલ ત્યારે ર૬ વર્ષના સીબરાબેનને વધારે તકલીફ પડતા ૧૦૮માં ફોન કરેલ ત્યારે નજીકની એમ્બ્યુુલન્સ રાણ-લીંબડી ૧૦૮ ના ઇ.એમ.ટી. સવદાસ નંદાણીયા અને પાયલોટ પ્રકાશ ચોપડા જવા રવાના થયા ઘટના સ્થળે પહોંચી મહિલાની ડોકટરી તપાસ કરતા જાણવા મળેલ કે મહિલાને પ્રસુતીનો દુઃખાવો થતાં અને મહિલા દર્દીની સ્થિતિ વધુ પડતી નાજુક હોવાથી તેમને ખંભાળિયા હોસ્પિટલ માટે લઇ જાવા રવના થયા રસ્તામાં દુઃખાવો થતા ડિલીવરી કરવાની ફરજ પડી હતી.પરંતુ ક્ષેમકુશળ બને બાળકોનો જન્મ થઇ જતા અને મહિલા દર્દીના પરિવારના ચહેરા ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. દર્દીના સગા, હોસ્પિટલના ડોકટર અને ૧૦૮ જીલ્લા ઓફીસ મિલન જાનીએ પણ ટીમને બિરદાવામાં આવ્યા હતા.

(1:00 pm IST)