Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વિસાવદરના લેરિયા ગામે સીડી પરથી પડતાં પટેલ વૃધ્ધ દેવજીભાઇનું મોત

રાજકોટ તા. ૨: વિસાવદરના લેરિયા ગામે રહેતાં દેવજીભાઇ મેઘજીભાઇ રીબડીયા (પટેલ) (ઉ.વ.૮૫) ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે સીડી પરથી પડી જતાં ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિસાવદર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દેવજીભાઇ નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે પાંચ ભાઇમાં ત્રીજા હતાં.

(12:19 pm IST)