Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોરબીમાં પેન્શન સ્ક્રીમ અંગે લાભાર્થીઓને માહિતગાર કરાયા

મોરબી,તા.૨: મોરબી નગરપાલીકા ટાઉનહોલ મધ્યે પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત પેન્શન સપ્તાહની ઉજવણી માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ પેન્શન સપ્તાહની ઉજવણી પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે જેમ સંગઠીત ક્ષેત્રોમાં કાયદા હેઠળ વિવિધ લાભો મળે છે તે રીતે હવે બીન સંગઠીત ક્ષેત્રમાં પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ શ્રમયોગીઓને નિવૃતિબાદ લદ્યુમત રૂ.૩૦૦૦ પેન્શન આપવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લાભાર્થીઓને વહેલી તકે આ યોજનાનો લાભ લેવા પણ વિનંતી કરી હતી.

આ પ્રસંગે નાયબ શ્રમ આયુકત-રાજકોટ ડી.જે.મહેતાએ પ્રાસંગીક પ્રવચન આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિવૃતિ કાળમાં શ્રમયોગીઓને આર્થીક મદદ મળી રહે તેવું આયોજન કરાયું છે. આમ તેઓએ વાવશો તેવુ લણશો એમ કહીને ઉપસ્થિત લાભાર્થીઓને  આ સ્કીમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સામાજિક સુરક્ષા પ્રદાન કરતી પેન્શન સ્કીમના લાભાર્થીઓને સ્થળ પરજ લાભ આપી પેન્શન સ્કીમના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે દિલ્હી થી કેન્દ્રીય મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવાર દ્વારા લાઈવ વેબ કાસ્ટીંગ પ્રસારણના માધ્યમથી લાભર્થીઓને પેન્શન સપ્તાહની ઉજવણી અંગે માહિતગાર કરાયા હતા.

(12:18 pm IST)