Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ગીર સોમનાથ ખાતે સ્વ સહાય જુથ બેન્ક ઓફિસર ઓરીન્ટેશન કાર્યક્રમ

પ્રભાસ પાટણ,તા.૨: GLPC ગાંધીનગર તથા જિલ્લા ગ્રામ વિકાશ એજન્શી ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાએ ફાઇનાન્સિયલ ઇન્કલ્યુઝન અંતર્ગત સ્વ સહાય જુથ બેન્ક ઓફિસર ઓરીએન્ટશન કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત ભવન,ઇણાજ(વેરાવળ) ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગેNIRDહૈદ્રાબાદથી આવેલ રિસોર્સ પર્શન દ્રારા બેન્કર્સ,બેંકમિત્ર તથા એન.આર,એલ.એમ. સ્ટાફને સ્વ સહાય જૂથોનો નીતી નિયમો ગાઈડલાઇન મુજબ ફનાન્સિયલ ઇન્કલ્યુઝનના મુદ્દા પર ઉપયોગી બેન્કને લગતી તેમજ સ્વ સહાય જુથને ઉપયોગી સમજણ આપવામાં આવી હતી. અને એસ.એચ.જી. બેન્ક લીંકેજ અંગેનું પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ,શ્રીએજીએમ,એસબીઆઇ,લીડ બેન્ક મેનેજર શ્રી ગીર સોમનાથ,જિલ્લા લાઈવલીહુડ મેનેજર શ્રી પુનિતાબેન ઓઝા,બેન્ક મેનેજરો તથા મિશન મંગલમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

(12:12 pm IST)