Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

બગસરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નને ધરણા યોજાયા

બગસરા તા.૨:ગુજરાત સરકારમાં પ્રાથમિક શિક્ષકોના વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે રાજય શિક્ષણ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્ય દ્વારા ધરણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોના પડતર પ્રશ્ને ઉગ્ર લડતની જાહેરાત કરવામાં આવી હતી

ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ થયું હતું જેમાં બગસરા તાલુકાના શિક્ષકો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્યના નેજા હેઠળ ધરણા યોજવામાં આવ્યા હતા આ ઝરણામાં શિક્ષકો દ્વારા ગ્રેડ પેમાં સુધારો જૂની પેન્શન યોજના લાગુ કરવી શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામોમાંથી મુકિત કોમ્પ્યુટર પરીક્ષાના સુધારા શહેરા અનેક પ્રશ્નોને ધ્યાનમાં લઈને ધરણા કરવામાં આવ્યા હતા.

આધરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્યના મહામંત્રી હિંમતભાઈ સોરઠીયા પર ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ પણ જલદ કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી હતી

આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ રમેશભાઇ માલવીયા, તેમજ શિક્ષક સંદ્યના કારોબારી સદસ્ય અને મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.

(12:07 pm IST)