Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પ્રભાસ પાટણમાં રોડની અવદશા

પ્રભાસ પાટણઃવેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ને વેરાવળના પાટણ ના વોર્ડ નં ૨ ના શાંતીનગરના રહીશો લોકો દ્વારા અવાર નવાર અતિ ગંભિર બગડેલા રોડ રસ્તા મુદે અનેક વાર આવેદન પત્ર આપવા મા આવ્યુ છે ત્યાં રોડ નું જરા પણ લેવ્લીન્ગ કર્યું નથી અને ત્યા નગરપાલિકા દ્વારા ડામર રોડ બનાવશે એવી નગરપાલિકા દ્રારા જાણવા મળેલ છે પણ વોર્ડ નં  ના લોકો નું કહેવું એવું છે કે ડામર રોડ તો વરસાદની સીઝનમાં જ ધોવાઈ જશે અને ત્યાં ગંદા પાણી નું ભરાવો પણ વધું થસે તો ત્યાંના રહીશો પ્રફુલ ભાઈ દેવા ભાઈ ગઢિયાની માંગ એવી છે કે જે આ ડામર રોડ પાસ કરેલ છે એ સિમેન્ટ રોડ બનાવામા આવે એવી રૂબરૂ મા વેરાવળ પાટણ નગરપાલિકા ને આવેદન પત્ર આપીને રજુઆત કરવામાં આવી તે તસ્વીર બીજી તસ્વીર બીસ્માર રોડની છે.

(12:03 pm IST)