Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વઢવાણમાં પાન ફાકીમાં વપરાતા ચુનાની ડુપ્લીકેટ ચુનો બનાવતી ફેકટરી ઝડપાય

સિધ્ધાંત લાઇમ કંપનીના માર્કાનો ડુપલીકેટ પાઉચ બનાવી વેચતા'તા પોલીસ ત્રણ શખ્સોને દબોચ્યા કાચો માલ મશીન સહિત કુલ રૂ.૨.૫૬ લાખનો મુદામાલ જપ્ત

વઢવાણ, તા.૨: સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીઓનું ડુપ્લીકેટીંગ કરી હલકી ગુણવત્તાની તેમજ આરોગ્યને નુકશાન કરતી ખાદ્ય ચીજવસ્તુઓને બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

 

ત્યારે વઢવાણ બી ડિવીઝન પોલીસ મથકની હદમાં અમુક શખ્સો દ્વારા પ્રખ્યાત કંપનીના ખાવાના ચુનાનું પેકીંગ કરી તેનું વેચાણ કરી કોપીરાઈટ અને ટ્રેડમાર્કના નિયમોનો ભંગ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે બી ડિવીઝન પોલીસે રેઈડ કરી હતી. જે દરમ્યાન વઢવાણ કુંતાપાર્ક વિસ્તારમાં આવેલ એક ભાડાના મકાનમાં મશીન દ્વારા પેરેડાઈઝ નામની કંપનીના ચુનાનું ડુપ્લીકેટીંગ કરી ચુનાના પાઉચ બનાવી તેમજ અન્ય સીધ્ધાંત લાઈમ પ્રા.લી. કંપનીના પણ ચુનાના પાઉચનું ઉત્પાદન પેકીંગ અને વેચાણ કરવામાં આવતું હતું.ઙ્ગ

જે અંગે પોલીસે રેઈડ કરી ત્રણ શખ્સો પીયુષભાઈ વૃજલાલભાઈ હિંગળાજીયા, નરેન્દ્રભાઈ હિરજીભાઈ પટેલ અને ધર્મેન્દ્રભાઈ પરષોત્ત્।મભાઈ પટેલ તમામ રહે.૮૦ ફુટ રોડ વઢવાણવાળાને મશીન કિંમત રૂ. ૧,૦૦,૦૦૦, ચુનાના પાઉચ, રોલ, ઝબલા, લીંબુના ફુલ, ચુનામાં મીક્ષ કરવાનો પાવડર, ડુપ્લીકેટ ચુનો ભરેલ કાપડની થેલી ૨૪૦ નંગ કિંમત રૂ. ૯૬,૦૦૦ સહિત કુલ રૂ. ૨,૫૬,૭૩૦ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.(૨૩.૧૬)

(12:57 pm IST)