Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

દરિયા કાંઠે ભગવાન બેઠા હોય ત્યાં સુધી વાવાઝોડુ ન આવી શકેઃ વિજયભાઈ

મોરબીમાં નવી એસ.પી.કચેરીનુ લોકાર્પણઃ મહિલા દુધ ઉત્પાદક મંડળીના ચિલીંગ પ્લાન્ટ અને બિલ્ડીંગનુ ખાતમુહુર્તઃ મહિલા સહકાર સંમેલનને સંબોધન

મોરબી, તા. ૭ :. મોરબી ખાતે આજે ત્રિવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાજર રહ્યા હતા અને વિકાસ કાર્યોના પ્રારંભ સાથે લોકોને સુવિધા આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભગવાન સોમનાથ, કાળીયા ઠાકોર ભગવાન, માં આશાપુરા જયાં સુધી આપણા દરિયાકાંઠે બેઠા છે ત્યાં સુધી વાવાઝોડા આવી ન શકે. આવવાનું હતું પણ ઠરી ગયું. મને લાગ્યું કાલે કાર્યક્રમ થઇ  શકે નહીં પરંતુ આજે સારા વાતાવરણમાં માં ની શકિત વચ્ચે કાર્યક્રમ યોજાયો એનાથી વધારે ખુશી શું હોઇ શકે.

વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વાયુ વાવાઝોડા સમયે પણ સરકારની તૈયારી અને આ વાવાઝોડામાં પણ એક પણ મૃત્યુ ન થાય તેવો સરકારે રેસ્કયુ કર્યા હતા. બહેનોને હોસ્પિટલે પહોંચાડવા સુધીની નાનામાં નાની ફરીયાદને સરકારે ગંભીરતાથી લીધી હતી. મહિલાઓનું સન્માન એટલે માતાજીનું સન્માન સીતા, શિવ પહેલા પાર્વતીના નામ લેવાય છે.

ચાઈના સહિત દુનિયાના દેશો અહીં માલ વેચવા આવતા માગતા'તા ઘરના છોકરા ઘંટી ચાટે તેવી યોજના બને છે. ભારતે એક જાટકે ના પાડી દીધી ભારતમાં ભારતના લોકો દ્વારા બનાવવામાં આવતો માલ પહેલા વહેચાશે.

કોંગ્રેસની સરકારમાં આયાત પર તપાસનો પ્રતિબંધ નિકાસમાં ભ્રષ્ટાચાર ખેડૂતોને પાકના ભાવ ન મળે. નરેન્દ્રભાઇની સરકાર ખેડૂત, ખેતી, ગામડાને ધ્યાનમાં રાખી અનેક સહાયક યોજનાઓ બનાવી છે.

ખેડૂતોને નુકશાનીની સહાય પુરી કરશે રાજય સરકાર કોઇની સાથે અન્યાય નહીં થવા દે, સર્વે ચાલે છે વિચરતી જાતિને કાયમી સરનામું મળે છોકરા ભણાવે, તે વિમુકત શબ્દમાંથી મુકતી થાય તે માટે આવા ગરીબ, પીડિત, વંચિત કોશિષ માટે  સરકાર સતત ચિંતિત છે.

આવતા દિવસોમાં પીવાના પાણીના દુષ્કાળ ભુતકાળ  બની જાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે.

ગતવર્ષ દુષ્કાળની સ્થિતિમાં પણ સરકારે પ૬ ડેમોમાં પાણી ઠાલ્વ્યુ જો  આમ ન થયું હોત તો ઘણા વિસ્તારમાંથી લોકોએ હિજરત કરવી પડી હોય.એસ.પી.કચેરીના લોકાર્પણ કર્યું મહિલાઓ દુધ વ્યવસાયમાં પગભર બને તે હેતુથી ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. તમામ બહેનોને અભિનંદન આપું છું તેમ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું.

રાજકોટ અને સુરેન્દ્રનગરના પશુપાલક બહેનોએ પોતાના દૂધાળા પશુઓનું દુધ મોકલાવુ પડતું પરંતુ હવે નહી મોકલવુ પડે ઘર આંગણે જ વ્યવસ્થા ઉભી થઇ છે. પશુપાલન પાળી બહેનો આજીવિકાનું સાધન બનાવશે પશુપાલનનો ધંધો કયારે શકય બને  નિરણ-ચારો મળે છે તે માટે ઉગાવવા નર્મદાની કેનાલ મોરબીથી છે તે પાણી અને પુશપાલકોને અન્ય સહાય અપાય છે.

દુધના પૈસા બહેનોના ખાતામાં આવી પહોંચે મારી બહેનો મહિલાઓના ઉધ્ધાર માટે કટીબદ્ધ છે બહેનો પગભર બને તે માટે સરકારે  બહેનોને ગ્રામ પંચાયતથી માડી ઉપર સુઘી પ૦ ટકા રીર્ઝવેશન આપ્યુ છ.ે નારી બિચારી નથી અબળા નથી નારી તુ નારાયણી બહેનો પોલીસમાં ૩૩ ટકા ભરતી મારી બીટીયા અફસર તે હેતુથી ૩૩ ટકા સરકારી નોકરીમાં રીઝર્વેશન આપ્યુ છે તેમ શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે એસપી કચેરીની ઓફીસથી કાયદો વ્યવસ્થાના કાર્યમાં સરળતા પડશે મહિલા ડેરીથી હજારો મહિલાઓને રોજીરોટી પુરી પડશે.

હવે પોલીસ વિભાગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખુબ આવશ્યક છે. સીસીટીવી દ્વારા અનેક ગુના ઉકેલાઇ રહ્યા છે.

પ્રમુખ મહિલા દુધસંઘ પ્રમુખ હંસાબેન મગનભાઇ વડાવીયા અને મહિલા અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાયુ હતું.

સ્વાગત પ્રવચન સાંસદ મોહનભાઇ કુંડારીયા એ કરતા જણાવ્યું કે, ગુજરાત જ નહી પરંતુ મહીલા દુધ ઉત્પાદક હોય સંઘ માત્ર મોરબીમાં જ સક્રિય, મુખ્યમંત્રીએ ૫૦ ટકાના ભાવે જમીન આપી આજે ખાતમુહુર્ત કરી રહ્યા છે.

૩ વર્ષના કાર્યકાળમાં આ સાલે વધુમાં વધુ ડીવીડન્ડ ચુકવ્યું છે.

મોરબીને દૈનિક ૪ લાખ લીટર દુધની જરૂરીયાત,હાલમાં દોઢ લાખ લીટરનું ઉત્પાદન, એ ટાર્ગેટે પહોંચી દુધ ક્ષેત્રે મોરબી નં.૧ પર જવા નીકળી રહ્યું છે.
આભારવિધિ મોરબી જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ કરી હતી.

વિજયભાઈ રૂપાણીએ ૧૪ કરોડથી વધારેના ખર્ચે બનાવેલ નવી એસ.પી.કચેરી કે જે એસ.પી.ડી.વાય.એસ.પી.કચેરીઓ, હેડ કવાર્ટર, ડીવાયએસપી એસ.સી, એસ.સી.સહિતની કચેરીઓ તેમજ પાસપોર્ટ વેરીફીકેશન માટેનો વિભાગ,નાગરિક સુવિધા કેન્દ્ર ઉપરાંત વિશ્વાસ પ્રોજેકટ હેઠળનો કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ આવેલ છે.

તેનું લોકાર્પણ કર્યુ હતું મોરબી વાસીઓ માટે હવે એકજ પરિસરમાં કલેકટર, ડીડીઓ અને એસ.પી.ની કચેરી બનતાં અરજદારો માટે પોતાના કામે આવવુ ખુબ સરળ બનશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉર્જા તથા મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ,અન્ન,નાગરિક,પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, પાણીપુરવઠા, પશુપાલન મંત્રી કુવરજીભાઇ બાવળીયા તેમજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ (મોરબી) સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ સાંસદ રાજકોટ મોહનભાઇ કુંડારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

એસ.પી.કચેરીના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સીધાજ ગુજરાત રાજયમાં સૌ પ્રથમ મોરબીમાં આવેલા એકમાત્ર મહિલાઓ સંચાલિત મહિલા દુધસંઘની સ્થાપના કરવામાં આવી હતી.

આ તકે સાંઇરામ દવે, વિમલ મહેતાએ લોકડાયરામા રમઝટ બોલાવી હતી.

(1:05 pm IST)