Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જુનાગઢ અખંડ ભારત સંઘ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢઃ 'અખંડ ભારત સંઘ' સંસ્થા દ્વારા ૧૦ દિવસ સુધી સ્થાપના સપ્તાહ તરીકે 'હિન્દુ રાષ્ટ્ર શકિત પર્વ મહોત્સવ ૨૦૧૯' ઉજવવામાં આવ્યું. આ મહોત્સવ દરમ્યાન ૧૧૦૦ ગામની શેરી ગરબીઓમાં રમતી બાળાઓના હાથે શસ્ત્ર પુજન કરી રાષ્ટ્ર, ધર્મ અને ઇશ્વર સેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલપતિ ડો.નિતિનભાઇ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને આયોજનબધ્ધ સંચાલન પારૂલબેન હપાણી દ્વારા કરવામાં આવ્યું. આ તકે 'અખંડ ભારત સંઘ' સંસ્થાના ૮ જિલ્લા અને ૧૨ તાલુકા પ્રમુખો હાજર રહેલ.

(1:04 pm IST)