Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જુનાગઢમાં માત્ર એક જ કલાક બંધ મકાનમાંથી રૂ.૧.૬૩ લાખની રોકડ ચોરી

જુનાગઢ તા. ૯ જુનાગઢનાં જોશીપરા આવેલ બાપુનગર વિસ્તારમાં રહેતા હીરાભાઇ મગ્નીરામ જાટ (ઉ.વ.૪ર) ગઇકાલે રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં મકાનને તાળા લગાવી બહાર ગયા હતા.

ત્યારે હીરાભાઇનો સાળો તેમના ઘરે રાત્રીના ૧૦.૩૦ વાગ્યે પહોંચતા બનેવીના મકાનમાં ચોરી થઇ હોવાનુ઼ માલુમ પડતા તેમણે હીરાભાઇને જાણ કરી હતી. તસ્કરો બંધ મકાનના દરવાજાના અને તિજોરીના તાળા તોડીને તેમાંથી રૂ. દોઢ લાખની રોકડ અનેે એક પેટીમાંથી રૂ.૧૩  હજારની રોકડ મળી કુલ રૂ.૧.૬૩ લાખની રોકડ ચોરી કરીને તસ્કરો પલાયન થઇ ગયા હતા.

આ અંગેની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ કે.કે. મારૂ વગેરે દોડી ગયા હતા અને ફરીયાદ લઇ તસ્કરોની સગડ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ચોરીનો ભોગ બનેલા હીરાભાઇ જાટ આઇસ્ક્રીમની લારી ધરાવે છે અને તસ્કરો ચોરી કરીને પલાયન થઇ જતા આ જાટ પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. 

(1:03 pm IST)