Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મોબાઇલ રેકોર્ડીગ અને ફોટાઓનો દુરઉપયોગ કરીને સલાયાની યુવતિ ઉપર ર શખ્સોનું દુષ્કર્મ

ખંભાળીયા તા.૯: સલાયામાં રહેતા એક પરિવારની યુવતીને અજીમ ઇસ્માઇલ બુખારી રહે.સલાયા નામના શખ્સે પૂર્વ આયોજીત કાવત્રુ રચી યુવતી સાથે ખોટી ફ્રેન્ડશીપ કરી પ્રેમ સબંધ રાખી લલચાવી ફોસલાવી તેના મોબાઇલ નંબર મેળવી અને મોબાઇલ પર થયેલી વાતચિતનું રેકોડીગ રાખી વોટસઅપ પર મોકલેલા ફોટાઓનો દૂરઉપયોગ કરી કરી બ્લેકમેઇન કરવાનું શરૂ કર્યા બાદ યુવતીને છરી બતાવી અપહરણ કરી મરજી વિરૂધ્ધ જુદી-જુદી જગ્યાએ લઇ જઇ અવાર નવાર બળજબરી પૂર્વક શારિરીક સંબંધ બાંધી તેમજ સાથે મદદગારી કરનાર મહેબુબ ફારૂક ગજણ નામના શખ્સે પણ ધાકધમકી આપી મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક શારિરીક સબંધ બાંધી આરોપી અજીમે બળજબરી પૂવર્ક નિકાહ કરતાં બન્ને શખ્સો વિરૂધ્ધ સલાયા મરીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સલાયામાં વૃધ્ધા પર છરી-ધોકા વડે હુમલો

સલાયા મરીન પોલીસમાં નોધાયેલી વિગત મુજબ જુમ્મા મસ્જીદ પાસે રહેતા જીનતબેન જાવીદભાઇ સૈયદનો પુત્ર પોતાના ઘરની બહાર બેઠો હોય ત્યારે ઇશાક, રોશનબેન ઇશાક, એજાજ ઇશાક, ઇશાકનોભાઇ મુસો બધાએ સાથે મળી ઘરમાંથી છરી ધોકા લઇ આવી તારા દિકરાને બહાર કાઢ આજે જાનથી મારી નાખવો છે કહી જીનતબેન ઉપર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસે ઉપરોકત મહિલા સહિત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં પ્રેમ સબંધ બાબતે સામસામી મારામારી

દ્વારકાનાકા વિસ્તારમાં રહેતા રજાક ઇબ્રાહિમ રૃંકાએ ખભાળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે ગુલાબનગર ટેકરી પાસે રહેતો સાહિલ આદમ રૃંઢાને સાયરા સાથે આડા સંબંધ હોય જે સબંધ નહીં રાખવાનું કહેતા સાહિલે ફરીયાદી તથા તેમના બા, બહેન અને ભાઇને ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી. જયારે સામા પક્ષે સંબંધ હોય તેનો ખાર રાખી ફારૂક ઇબ્રાહિમ રૂઝા,રજાક ઇબ્રાહિમ રૃંઝા, હલીમાબેન ઇબ્રાહિમ રૃંઝા, હસીનાબેન આમદ ઉઢા બધાએ સાથે મળી મારા પર તથા સાહેદ પર હૂમલો કરી ઢીકાપાટુ લાકડીનો માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે બંન્નેની ફરીયાદના આધાર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પવન ચકકીમાંથી વિજળીની ચોરી કરતાં પાંચ સામે ફરીયાદ

ભોગાત નજીક આવેલી સુઝલોન કંપનીના અધિકારી જગદીશ ઉકાભાઇ ચાડ રહે.જામનગર વાળાએ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, રામભાઇ નાથાભાઇ લુણા, કાના અરજણ કંડોરીયા, સવદાસ રામા કંડોરીયા, ભાયા ભાટીયા, મેઘા વરજાંગ રૂડાચ આ પાંચેય શખ્સોએ ભેગા મળી છેલ્લા એક વર્ષથી અત્યાર સુથી ભોગાત નજીક સુઝલોન કંપનીના પવન ઉર્જાના ટાવરમાં કમ્પાઉન્ડમાં પ્રવેશી કંન્ટ્રોલરૂમના દરવાજાના તાડા તોડી અંદર રહેલ ઇલેકટ્રીક ઉપકરણોમાં નુકશાન કરી ગેરકાયદેસર કનેકશન લઇ પવનચક્કીમાંથી ઉત્પન થતાં વિજ પાવરની ચોરી કરેલ છે. જે પોલીસે ધ ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધીર છે.

નાનામાંઢામાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને છરી ઝીંકી

ખંભાળિયા તાલુકાના નાનામાંઢા ગામે રહેતો હાજી સુલ્તાન ગજણએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે હબીબ મામદ સંધી રહે.નાના માંઢા વાળા પાસે મજુરીના સાત હજાર રૂપીયા માગતો હોય એમ છતાં હબીબ કે પોતે હબીબ મામદ સંધી રહે. નાના માંઢા વાળા પાસે મજુરીના સાત હજાર રૂપીયા માગતો હોય એમ છતાં હબીબ આ પૈસા ન આપતો હોવાથી ફરીયાદીના ભાઇ કાદરે ચારેક મહિના પહેલા આ પૈસાની ઉઘરાણી કરતાં તેનો ખાર રાખી આરોપીએ છરી વડે હુમલો કરી જિા કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

લાડવા ગામે વાહન અકસ્માતમાં વૃધ્ધાનુ મોત

દ્વારકાના બિરલા પ્લોટમાં રહેતા અરજણભાઇ પાલાભાઇ રાઠોડ (ઉ.વ.૭૦)ના વૃધ્ધ ગત તા.૮ના રોજ પોતાનું પ્લેઝર સ્કૂટર લઇ લાડવા ગામની સીમમાંથી દ્વારકા તરફ આવતાં હોય ત્યારે સામેથી આવતી બસના ચાલકે હોર્ન વગાડતાં ગભરાઇ જવાથી સ્કૂટર સ્લિપ થઇ પડી જવાથી અથવા કોઇ વાહનની ઠોકર લાગવાથી શરીરે મુંઢ ઇજા થતાં સારવારમાં મોત નિપજ્યું છે. બનાવ અંગે દ્વારકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:01 pm IST)