Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વન્ય પ્રાણી સપ્તાહમાં જ ભાણવડ પંથકમાં દુર્લભ ઇન્ડીયન રોક અજગર મળી આવ્યા

એનિમલ લવર્સ ગ્રુપનું સફળ રેસ્કયુ

ખંભાળીયા તા. ૯ : તાજેતરમાં ર થી ૮ ઓકટોબર વન્ય પ્રાણી સપ્તાહના સમયમાંજ ભાણવડ તાલુકાના બે ગામડાઓમાં ઇન્ડીયન રોડ પાયથપમની અજગર ૬ લંબી અજગારની પ્રજાપતિના બે અજગર મળી આવતા ગામડાઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. જો કે ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરતા તેમણે બન્ને અજગરનું સફળ રેસ્કયુ કરીને બરડા ડુંગરમાં મુકત કર્યા હતા.

ભાણવડના જામપર ગામે ૧૦ ફુટ લાંબો અને ચૌદ કિલો વજનનો અજગર મળ્યો હતો તથા ભાણવડના જસાપર ગામે ૧૦ાા કિલો વજનનો આઠ ફુટનો અજગર મળ્યો હતો જેને એનિમલ લવર્સ ગ્રુપના એ.આર.ભટ્ટ, યાસીનભાઇ, બી. ઓડેદરા તથા જતાભાઇએ સફળ રીતે રેસ્કયુ કયું હતું.

(1:00 pm IST)