Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મોરબીના જીવાપરની આદિવાસી પરીણિતાએ પતિ અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો'તો

આપઘાત માટે મજબુર કરનાર પતિ-સાસુ સામે મૃતકના પિતાની પોલીસમાં ફરીયાદ

મોરબી, તા. ૯ :. મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે આદિવાસી પરિવારની પરિણીતા પર આદિવાસી પરિવારના પતિ અને સાસુ દ્વારા ત્રાસ આપી મરવા મજબુર કર્યાની મૃતક પરીણિતાના  પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગત મુજબ ફરીયાદી પિશાભાઈ ઉર્ફે કિશાભાઈ કાળુભાઈ બળેલ - આદિવાસી (ઉ.વ.સ ૪૦) રહે. હાલ બંગાવડી ગામે, મૂળ મધ્યપ્રદેશવાળાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતાની પુત્રી રસ્તાબેનના મૂળ મધ્યપ્રદેશના અને હાલ જીવાપર ગામે ચંદુભાઈની વાડીમાં રહી મજુરી કામ કરતા સંદિપભાઈ રૂપાલસિંગ માવડા - આદિવાસી (ઉ.વ. ૨૦) પ્રેમલગ્ન થયા હતા. ઘરસંસાર દરમિયાન અવારનવાર પતિ સંદિપભાઈ અને સાસુ મલીબેન દહેજ લઈ આવવા બાબતે શારિરીક - માનસિક ત્રાસ અપાતા અંતે કંટાળી ફરીયાદીની પુત્રી રસ્તાબેન ગત તા. ૪ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને સારવારમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજતા, પતિ અને સાસુ પર પોલીસે ૪૯૮, ૩૦૬ સહિતના કલમો લગાવી તપાસ આદરી છે.

(12:57 pm IST)