Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાણાગઢમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ

ભવાઇના વ્યાખ્યાન દરમ્યાન જ મામલો બિચકતા હિંસક મારામારી : ૧૦ ઈજા

વઢવાણ તા.૯: લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વર્ષોથી પરંપરાગત રીતે ગામમાં ભવાઈનું આખ્યાન ચાલતું હોય ત્યારે આ આખ્યાનમાં એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને જુથના લોકો સામસામે આવી ગયાં હતાં જેમાં સામસામે પથ્થરમારો કર્યો હોવાની ચર્ચાઓ પણ વહેતી થવાં લાગી હતી. જ્યારે આ જુથ અથડામણમાં બંન્ને પક્ષેના ૧૦થી વધુ લોકો પરષોત્તમ વિક્રમભાઈ મેણીયા, પ્રવિણ ભુપતભાઈ બાવળીયા, અજય શંકરભાઈ સાંકરીયા, મહિપત નારાયણભાઈ સાંકરીયા, ગુલાબબેન દયારામભાઈ, કિરણ દેવજીભાઈ, આત્મારામ સામલીયા, પ્રતાપ રાયમલભાઈ, નરેશ દશરથભાઈ, બળદેવ નાગજીભાઈ અને રમણ જાગાભાઈ સહિતનાઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે લીંબડી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.  ં ડીવાયએસપી સહિત પાણશીણા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યારે જુથ અથડામણમાં ચારથી પાંચ વાહનોને નુકશાન થયું . પોલીસે તપાસ હાથ ધરી હતી.

(12:56 pm IST)