Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ભાવનગરમાં ઇસ્કોન કલબના ખેલૈયાઓને ઇનામોથી નવાજયા

 ભાવનગર : ઇસ્કોન કલબ એન્ડ ઘરશાળા એકસ સ્ટુડન્ટ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મનભરીને ગરબાનો આનંદ લઇ રહ્યા છે. ઇસ્કોન કલબ ખાતે લોકો ગ્રાઉન્ડમાં વિવિધ સેલ્ફી બનાવાયા છે. જેનો લોકો લાભ લઇ રહ્યા છે. નવરાત્રીના અંતિમ દિવસે ગરબે રમતા ખેલૈયાઓને આયોજકો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા હતા. ઇસ્કોન કલબ એન્ડ ઘરશાળા એકસ સ્ટુડન્ટ દ્વારા આયોજીત નવરાત્રીમાં આયોજકોને ગૌરવભાઇ શેઠ તથા આનંદભાઇ ઠકકરે બિરદાવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બર્નવાલ, એક્રેસિલના ચિરાગ પારેખ, રેલ્વેના ડીઆરએમ તથા ભાજપના યુવા મોરચના પ્રમુખ પાર્થ ગોંડલીયા, સંદિપભાઇ સોપારીયા, સરલાબેન સપારીયા, રીનાબેન શાહ સહિતના મહેમાનોના હસ્તે આરતી ઉતારી ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(11:44 am IST)