Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જૂનાગઢ પોલીસે ૩૫ હજારના મુદ્દામાલની ચોરીનો આરોપી રહીમ ભટ્ટીને ઝડપ્યો

જૂનાગઢઃગત તા. ૨૪  ઓગસ્ટ રોજ દિવસ દરમિયાન શહેરના ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇકો કારમાંથી વિવો તથા લીનોવો કંપનીના મોબાઈલ નંગ ૦૨, રોકડ રકમ રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૫,૦૦૦/- ના મુદ્દામાલની ચોર્રીં ના કેસમાં ર્ંજુનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંર્દ્યં તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મળેલ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફના હે.કો. યુસુફભાઈ, અરજનભાઈ, સંદીપભાઈ, મુકેશભાઈ, સહિતની ટીમ દ્વારા ડીવાયએસપી કચેરીના ટેકનિકલ સેલના હે.કો.કમલેશભાઈ મારફતે ટેકનિકલ સોર્સ આધારે તેમજ બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે જૂનાગઢ સરદાર બાગ, ગરીબનવાઝ સોસાયટી ખાતેથી ર્ંઆરોપી રહીમભાઈ મહમદભાઈ ભટ્ટી જાતે ગામેતી (ઉવ.૩૨)રહે. સરદારબાગ, ગરીબ નવાઝ સોસાયટી, જૂનાગઢને  પકડાયેલ આરોપી રહીમભાઈ મહમદભાઈ ભટ્ટી જાતે ગામેતીની પૂછપરછ કરવામાં આવતા, પોતાને રૂપિયાની જરૂરિયાત હોઈ, કામધંધો ના હોય, ભવનાથ બાજુ ફરતા ફરતા મોકો મળતા, કારમાંથી મોબાઈલ અને રોકડ રકમની આ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ ચોરીમાં કેસમાં પકડાયેલ છે

(11:41 am IST)