Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જસદણ પંથકના બુટલેગર સુરેશ તથા હરેશ બસીયાને 'પાસા'માં ધકેલાયા

જસદણ, તા. ૯ : ભાડલા, આટકોટ તથા ગોંડલ વિસ્તારમાં દારૂના જથ્થા સાથે પકડાયેલા જસદણ પંથકના બે બુટલેગરોને રૂરલ પોલીસે પાસા તળે જેલમાં ધકેલી દીધા હતા.

ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તાર, આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તાર તથા ગોંડલ વિસ્તારમાંથી અગાઉ ઇંગ્લીશદારૂના જથ્થા સાથે પકડાયેલ બુટલેગરો (૧) સુરેશ જસુભાઇ બસીયા રહે. કુંદણી તા. જસદણ તથા (ર) હરેશ બાબભાઇ બસીયા રહે. કુંદણી તા. જસદણ વાળાઓ વિરૂદ્ધ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના મુજબ પાસા પ્રપોજલ તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ તરફથી પાસા મંજુર થઇ આવતા બન્ને ઇસમોને પાસા તળે અટકાયત કરી અલગ અલગ જેલમાં પાસા તળે ધકેલી દેવાયા હતાં.

આ કાર્યવાહી ( એમ.એન. રાણા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., આર.પી. કોડીયાતર પોલીસ સબ ઇન્સ્પેકટર ભાડલાતથા એલસીબીના હેડ કો., મહેશભાઇ જાની, પ્રભાતભાઇ રાયધનભાઇ બાલાસરા એ.એસ.આઇ. ,રહીમભાઇ અલારખભાઇ દલ, હીતેષભાઇ અંબારામભાઇ પો.કોન્સ. તથા મેહુલભાઇ બારોટ પોક.ો. રોકાયા હતાં.

(11:38 am IST)