Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જામજોધપુરમાં પૈસા બાબતનો ખાર રાખી એટ્રોસીટી કેસમાં ફીટ કરવાની ધમકી

જામનગર તા.૯: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અસલમભાઇ કાદરભાઇ કટારીયાએ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી રંજનબેન વસરામભાઇ સોમાભાઇ બાબરીયા, રે.જામજોધપુરવાળા પાસેથી ચારેક માસ પહેલા હાથ ઉછીના રૂપિયા ૫૦૦ લીધેલ હોય જે આર્થિક સ્થિતી ખરાબ હોય જેથી પરત આપી શકાયેલ ન હોય જેનો ખાર રાખી અસલમભાઇ રાજવી મસ્જિદ પાસે સ્નુકર ગેમ રતા હોય ત્યાં આવી પૈસા માંગતા ફરીયાદીએ થાશે એટલે આપી દઇશ તેમ જણાવતા આરોપી રંજન વસરામભાઇ બાબરીયા એકદમ ઉશ્કેરાઇ જઇ ડાબા ગાલે થપાટ માર્રી ગાળો આપી એસ્ટ્રોસીટી કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ગુનો કરેલ છે.

(11:36 am IST)