Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગોંડલમાં મોબાઇલની ચીલઝડપ કરનાર પાંચીયાવદરનો મયુર ધાંધલ પકડાયો

બે ચોરાઉ મોબાઇલ સાથે રૂરલ એલસીબીએ દબોચી લીધોઃ અડધા લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૧ર :.. ગોંડલમાં મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર પાંચીયાવદરના શખ્સને રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો.જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા ચીલઝડપ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને એલ. સી. બી. ના પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. રાણાના માર્ગદર્શન હેઠળ  પો. સબ. ઇન્સ. એચ. એ. જાડેજા, પો. હેડ કોન્સ. રવિદેવ બારડ, અનિલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડાએ મયુર નરશીભાઇ ધાંધલ ધંધો મજૂરી રહે. મુ. પાંચીયાવદર દલીતવાસ તા. ગોંડલને બે ચોરાઉ મોબાઇલ તથા એક બાઇક મળી કુલ અડધા લાખના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ મયુરે એક મહિના પૂર્વે કૈલાસબાગ પાસેથી મોબાઇલ ફોનની ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ શખ્સને એલસીબીએ ગોંડલ પોલીસના હવાલે કર્યો હતો.

(11:36 am IST)