Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અલગ નામ અને ચહેરાઓ સાથે અત્યારે પણ રાવણો મોજુદ જેનો સામનો કરવા સરકાર હર હંમેશ સજ્જઃનીતિનભાઇ પટેલ

નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

ભાવનગર તા.૯: ભાવનગર ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત અને શ્રી બજરંગ વિકાસ સમિતિ આયોજિત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે હજારો વર્ષ જૂની હિન્દુ સંસ્કૃતિની યાદ તાજી થાય તેમજ આપણો પૌરાણિક ઇતિહાસ નવી પેઢી ના જીવનમાં ઉતરે તેવા શુભ આશયથી યોજવામાં આવેલ આ કાર્યક્રમ બદલ ધારાસભ્યશ્રી જીતુભાઈ વાદ્યાણી ને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ હંમેશા આસુરી શકિત સામે પવિત્ર શકિતઓનો તેમજ અસત્ય સામે સત્યનો વિજય થાય છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે અત્યારે પણ અલગ નામ અને ચહેરાઓ સાથે રાવણો હાજર છે પરંતુ તેમનું દહન કરવા સરકાર હર હંમેશ સજ્જ છે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીજીતુભાઇ વાદ્યાણીએ જણાવ્યું હતું કે પાડોશી દેશ પાકિસ્તાન પણ આસુરી શકિતનો જ એક ભાગ છે જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલમ ૩૭૦ હટાવી તેમજ તેના સીમાડામાં જઈ જડબાતોડ જવાબ આપી આ આસુરી શકિત પર વિજય મેળવ્યો છે એમ કહી વધુમાં ઉમેર્યું હતું કે રાવણ વિદ્વાન હતો પરંતુ તેનામાં આસુરીવૃત્ત્િ। હતી જેના કારણે તેનું પતન થયું આજના દિવસે આપણે પણ આપણામાં રહેલી નાની મોટી આસુરીવૃત્ત્િ। દૂર કરી સત્યના માર્ગે ચાલીએ.

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, વનમંત્રી શ્રીગણપતસિંહ વસાવા, મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રીભીખુભાઈ દલસાણીયા, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, શ્રીભરતભાઈ પંડયા, ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમનહરભાઈ મોરી, સુરતના મેયર શ્રીજગદીશભાઈ, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શ્રીલવજીભાઈ બાદશાહ, ઉદ્યોગપતિ શ્રી સી.પી સવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીયુવરાજસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર શ્રીગૌરાંગ મકવાણા, રેન્જ આઇ.જી શ્રીઅશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણ કુમાર બરનવાલ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર તેમજ બહોળી સંખ્યામાં સાધુ સંતો અને શહેરીજનો રાવણ દહનના કાર્યક્રમમાં જોડાયા હતા.

(11:35 am IST)