Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ફોટોગ્રાફર ભાટી એન.ને. ગુજરાત મિડીયા એવોર્ડ ૨૦૧૯ અર્પણ કરાશે

જન્મદિને શુક્રવારે અનેરી ભેટ મળશે

વાંકાનેર તા. ૯: ગુજરાતમાં તસવીરકલા ગૌરવપ્રદ સિધ્ધિ હાંસલ કરતા તા. ૧૧-૧૦-૨૦૧૯ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત મિડીયા એવોર્ડ ૨૦૧૯ તસવીરકલા ક્ષેત્રેે આપવાની જાહેરાત અંકિત હિંગુએ કરી છે. ભાટી એનનો આજે જોગાનુ જોગ જન્મદિવસ છે. તે દિવસે ગુજરાતના શ્રેષ્ઠ ફોટોગ્રાફર બનવાનું મળતા બેવડી ખૂશી ભાટી એન માટે થઇ છે. ખરેખર ગુજરાતનું ગૌરવ છે.

ગુર્જર વસંધરામાં છેલ્લા ૩૫ વર્ષથી નિરંતર એકસ્ટ્રાઓર્ડીનરી છબીકળાના માધ્યમથી ગુજરાત મંદિરની શિખરે ધજા ફરૂકે તેમ ભાટી નંગાજી સવજી (ભાટી એન)નું ટચુકડુ નામ નિત્ય ગુજરાતના તમામ દૈનિકોમાં સમયાંતરે તેમની તસ્વીરના માધ્યમથી ચમકતુ રહે છે. ભાટી એનની તસ્વીર કળામાં લાઇવનેસ (જીવંતતા)છે. એક ફ્રેમમાં તમામ વાત કહેવી તે તેની કાબેલીયત છે. સાથે ઘણાં વર્ષોના અનુભવ બાદ ભાટી એન સારા લેખક પણ બની ગયા  છે. તેઓ ફોટો-સ્ટોરી ટુ ઈન વનનું કાર્ય કરે છે. તેમની તસ્વીરમાં વિસ્તૃત અહેવાલ તેઓ જાતે લખે છે. જેનાથી જે આંખે જોયુ તેનું બ્યાન કરવાની મજા નિરાળી હોય છે.

(11:33 am IST)