Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ધોરાજીમાં વકરતા રોગચાળા સામે ઉપવાસ આંદોલનનો છઠ્ઠો દિવસ

ધોરાજીઃ  ધોરાજીના ડેપ્યુટી કલેકટર કચેરી પાસે પૂર્વ સૈનિક અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શહેરમાં રોગચાળાની સામે ઉપવાસ આંદોલન પર બેઠા છે જેનો આજે પાંચમો દિવસ થયો છે પરંતુ ધોરાજી નગરપાલિકા અને આરોગ્ય વિભાગે સત્રમાં સો ટકા કામગીરી કાગળ ઉપર થઈ ગઈ હોવાનો ઉપવાસને રિપોર્ટ આપતા ઉપવાસીઓ પણ છંછેડાયા હતા

આ સાથે ધોરાજી વેપારપ્રઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા ઉપપ્રમુખ કરસન ભાઈ માવાણી મંત્રી રમેશભાઈ શિરોયા કારોબારી સદસ્ય જયંતિ ભાઈ પાનસુરીયા કિશોરભાઈ રાઠોડ તેમજ  રાજકોટ જિલ્લા પંચાયત  ભાજપના સદસ્ય મનોજભાઈ મારવાણીયા  ધોરાજી નગરપાલિકા ભાજપના ધારાસભ્ય ગોપાલભાઈ કોયાણી સહિતના અગ્રણીઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ પૂર્વ સૈનિક ગંભીરસિંહ વાળા સામાજીક આગેવાન વિઠ્ઠલભાઈ હિરપરા સહિતના ઉપવાસી ઓના આંદોલનને પ્રજાહિતમાં ગણાવી ટેકો આપ્યો હતો

આ સમયે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરાએ જણાવ્યું કે ધોરાજીમાં જે પ્રકારે ડેન્ગ્યુ અને તાવનો ભયંકર રોગચાળો વ્યાપ્યો છે ત્યારે ધોરાજી નગરપાલિકા અને આરોગ્ય વિભાગે છે તારે કામ કરવું જોઈએ એ રીતે કામ થયું નથી અને સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ ઝેરી તાવના દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ થઈ રહ્યા હોય એવું પણ જાણવા મળ્યું છે હોસ્પિટલોમાં ખાટલા ની જગ્યા પણ ખૂટી પડી છે છતાં પણ નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ માત્ર રેકર્ડ આધારીત કામ કરી રહ્યા હોય એવું અમોને જોવા મળે છે પરંતુ જે પ્રકારે પ્રજાહિતમાં કામ થવું જોઈએ એ કામ નથી થયું જેથી પ્રજાના હિત માટે ભારતના પૂર્વ સૈનિક અને અન્ય આગેવાનો ડેપ્યુટી કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેસવું પડે એ શરમજનક બાબત છે ધોરાજીની પ્રજાના હિતમાં આ લડતને અમો ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ટેકો આપીએ છીએ

પૂર્વ સૈનિક ગંભીરસિંહ વાળા એ આજે પાંચમા દિવસે પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા આરોગ્ય વિભાગ એ સંયુકત  રીતે લેખિતમાં પત્ર આપેલ કે અમોએ ધોરાજીમાં રોગચાળો નાથવા માટે જરૂરી પગલા લીધા છે જેમાં ધોરાજી નગરપાલિકાના ૩૨ કાયમી કર્મચારીઓ ૧૨ ઘેર જઈને કચરો ઉઘરાવતા વાહનો ૩૦ જેટલા મોટા કન્ટેનરો ૨૦૦૦૦ પત્રિકાઓ ૧૨૫૦ કિલો મેલેથીઓન જંતુનાશક પાવડર તેમજ એકવીસ હજાર રૂપિયાનું ડીઝલ પેટ્રોલ ફોગીંગ કરવા માટે વાપરવામાં આવ્યું છે અને ૩૬,૦૦૦ પત્રિકાઓ જનજાગૃતિ માટે વાપરવામાં આવી છે આ પ્રકારનો લેખિતમાં જવાબ આપતા અમને ઘણું દુઃખ થાય છે કે ધોરાજી નગરપાલિકા અને હેલ્થ વિભાગે આજે ખર્ચ કર્યો છે તે માત્ર કાગળ ઉપર કર્યો હોય તેવું દર્દીઓને જોતાં લાગે છે જો ખરેખર કામગીરી થઈ હોય તો રોગચાળાનો વ્યાપ કાબૂમાં આવવો જોઈએ પરંતુ એ આવ્યો નથી એટલે અમારે આ ઉપવાસ આંદોલન ચાલુ રાખવું પડ્યું છે

અંતમાં નિવૃત સૈનિક ગંભીરસિંહ વાળા એ જણાવેલ કે અમે ભારતના માજી સૈનિક છીએ દેશની સેવા કાજે અમો બલિદાન દેવા પણ તૈયાર છે ત્યારે આજે ધોરાજી ના હિત માટે અમારી પ્રજાના હિત કાર્ય માટે ફરજ સમજીને આ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે જેમાં ધોરાજી ની વિવિધ સંસ્થાઓ વેપાર ઉદ્યોગ મહામંડળ વકીલ મંડળ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ નો અમોને ટેકો સાંપડયો છે તે બદલ સૌનો આભાર માનું છું

ઉપવાસી કોંગ્રેસ ના રાજકોટ જિલ્લા ના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા જણાવેલ કે ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોવા છતાંય અને હું કોંગ્રેસી હોવા છતાંય પ્રજાના હિત માટે પૂર્વ સૈનિક ગંભીરસિંહ વાળા ના ઉપવાસ આંદોલન શરૂ કરીને તેને હું ટેકો આપી અને હું પણ ઉપવાસ આંદોલનમાં જોડાયો છું અને જે પ્રકારની નગરપાલિકાએ કામ કરવું જોઈએ અને આરોગ્ય વિભાગ એ જ કામ કરવું જોઈએ એ કામ નથી કર્યું એટલા માટે હું કોઈપણ જાતના પક્ષાપક્ષી નો વિરોધ કરવા કરતા પ્રજાના હિતમાં કામ કરવા માટે ધોરાજીમાં થી ડેન્ગ્યુ જેવા ભયંકર રોગચાળો નાથવા માટે ઉપવાસ આંદોલનમાં જોડાયો છે જરૂર પડી વધુ જલદ આંદોલન કરવું પડે તો પણ મારી તૈયારી છે આ પ્રકારે કોંગ્રેસના જ જિલ્લા મહામંત્રીએ કોંગ્રેસ શાસિત નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન કરી હોય તેઓ કદાચ આ જિલ્લામાં પ્રથમ બનાવ હશે

ધોરાજીમાં વ્યાપેલ ડેન્ગ્યુ જેવા ભયંકર રોગચાળામાં લપેટાયું છે ત્યારે શહેર અને તાલુકામાં બેનો ભોગ લેવાયો છે છતાં પણ ધોરાજી નગરપાલિકા અને તંત્ર દ્વારા માત્ર કાગળો ઉપર જ સો ટકા કામગીરી થઇ હોય તેવા અહેવાલો પ્રગટ થતા પ્રજામાં પણ રોષ ફેલાયો છે

(11:31 am IST)