Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આર.સી.સી. કલબ ઓફ ટીકર દ્વારા નિઃશુલ્ક મહા નિદાન કેમ્પ યોજાયો

ટીકર સહિત આજુબાજુના ગામો ના ૭૫૦ થી વધુ વિવિધ પ્રકારના રોગના દર્દીઓએ વિનામૂલ્યે લીધો લાભ

હળવદ,તા.૧૩: આર. સી. સી. કલબ ઓફ ટીકર દ્વારા ટીકર ખાતે નિઃશુલ્ક મહા નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં દરેક દર્દીઓને દવાઓ ફ્રી આપવામાં આવી હતી તેમજ કાર્ડિયોગ્રામ,ડાયાબિટીસ વગેરે રિપોર્ટ પણ ફ્રી કરી આપવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં હાડકાના સર્જન ડો. સાગર હાંસલીયા, હૃદય રોગનાં નિષ્ણાત ડો.ચિરાગ શાહ, દાંતના નિષ્ણાંત ડો. નીરવ પટેલ, બાળ રોગ નિષ્ણાંત ડો. રાહુલ પટેલ, ચામડી રોગના નિષ્ણાંત ડો. રવિ બાવરિયા, અને ડાઙ્ખ. અમિત પટેલ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી અને નિદાન કરવામાં આવ્યું હતું.

સ્વૅં હીરાભાઈ ભવાનભાઈ દેથરીયા ના સ્મરણાર્થે દેથરીયા પરિવાર તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ કેમ્પને પ્રેસિડેન્ટ રમેશભાઈ સીતાપરા, સેક્રેટરી મનીષભાઈ દેથરીયા, પ્રોજેકટ ચેરમેનઙ્ગ વિનોદભાઈ એરવાડિયા અને ડો. મનોજભાઈ વિડજા તેમજ સભ્યોએ સફળ બનાવ્યો હતો.રોટરી કલબ ઓફ હળવદથી નરભેરામભાઈ અદ્યારા, ગોપાલભાઈ ઠક્કર, સુરેશભાઈ પટેલ, મહિપાલસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાણા હાજર રહ્યા હતાં.

(11:45 am IST)