Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ઉપલેટામાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી કરાઇ

ઉપલેટા,તા.૧૩: ગુજરાત સરકારશ્રીના નિયમ અનુસાર દર વર્ષે મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી તારીખ ૧/૮/૨૦૧૯ થી ૧૪/૮/૨૦૧૯ સુધી મહિલા સશકિતકરણ પખવાડિયા તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે સંદર્ભે આજરોજ ઉપલેટામાં તાલુકા પંચાયતના સભાખંડમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. જયશ્રીબેન ગોસાઈના માર્ગદર્શન હેઠળ મહિલા સશકિતકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કિશોરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બેટી બચાવો બેટી પઢાવો અંગે પ્રવચનો કરવામાં આવ્યા હતા.તેમજ ૩ થી ૬ વર્ષના બાળકો દ્વારા વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વાનગી નિર્દશન રસોઈ શો જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ બાળપોષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા સુધરાઈ સભ્ય વર્ષાબેન ડેર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. જયશ્રીબેન ગોસાઈના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડિનેટર ભાઈઓ, વર્કર બહેનો તથા હેલ્પર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.(પત્રકાર- ભરત દોશી મો.૯૩૭૪૮ ૧૭૦૩૬.ઉપલેટા)

(11:44 am IST)
  • કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચાલ : ટીવી ચેનલો પર વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ નહીં થાય : પાકિસ્તાની ચેનલો પર પ્રસારિત થતા ઇદના વિશેષ કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકયો access_time 3:57 pm IST

  • નેપાળના રસ્તે ઘુષણખોરી કરનાર વિદેશી મહિલાની ધરપકડ ;બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રકસોલ ક્ષેત્રમાં નેપાળના રસ્તેથી ભારતમાં ઘુસવા પ્રયાસ કરતી મહિલાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધી :મહિલા પાસે પૂરતા દસ્તાવેજ નથી access_time 1:09 am IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST