Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

૩ વર્ષ બાદ લોધીકાની ફોફળ નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામજનો દ્વારા વધામણા

લોધીકા, તા. ૧૩ :. છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ઓછા વરસાદને પરિણામે લોધીકાથી પસાર થતી ફોફળ નદીમાં પૂર આવેલ નહી પરંતુ ગત રાત્રીથી અનરાધાર વરસાદ થતા ફોફળ નદીમાં ઘોડાપુર આવેલ હતા. જેથી ગ્રામજનોમાં હરખની હેલી વ્યાપી ગયેલ.

ફોફળ નદીમાં ઘોડાપુર આવતા તેમના વધામણા કરવા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, સરપંચ જેન્તીભાઈ વસોયા, ઉપસરપંચ રાહુલકુમાર જાડેજા સહિત ગ્રામજનોએ શ્રીફળ વધેરી ફોફળ નદીના જળના વધામણા કરેલ જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:36 am IST)