Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ટંકારાના અમરાપરમાં પુલનું બાંધકામ નબળુ : જીલ્લા પંચાયતમાં રાવ

ટંકારા, તા.૧૧:  તાલુકાના અમરાપર ટોળ જોડતા પુલ નું બાંધકામ સાવ નિમ્નકક્ષાનું થયું હોવાની રાવ જિલ્લા પંચાયતમાં કરવામાં આવેલ છે

સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરીયાદો અવાર - નવાર ઉઠે છે ત્યારે હાલમાં જ ત્રણ ચાર મહિના પહેલા બનેલ ટંકારા થી ટોળ અમરાપર ને જોડતો અમરાપર પાસેનો પુલ બનાવવામાં આવ્યો હતો પણ ત્રણ જ મહિનામાં તે પુલમાંથી લોખંડ દેખાવા લાગતા ગામલોકો દ્વારા આ નબળા કામ બાબતે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરેલ હોય પણ દર વખતની જેમ આ વખતે પણ કોઈપણ કાર્યવાહી થયેલ નો હોય ત્યારે ટંકારા તાલુકા ભાજપના આગેવાન ઘેલા ભાઈ ફાંગલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આ પૂલની યોગ્ય તપાસ નહીં થાય તો કલેકટર જિલ્લા વિકાસ અધિકારી મુખ્ય સચિવ તથા મુખ્યમંત્રીશ્રીને લેખિત જાણ કરવામાં આવશે અને સરકારી કામોમાં થયેલા ભ્રષ્ટાચાર ને અટકાવવા ગામલોકો દ્વારા પણ તમામ સંબંધિત અધિકારીઓને લેખિત જાણ કરવા માટે જણાવ્યું હતું.

(11:29 am IST)