Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ખંભાળિયા : ઝવેરી બજારમાં ૪ ફૂટ ઉંચી લાઇબ્રેરીમાં ગટરના પાણી ઘૂસ્યા : રેલમછેલ

ભાદર તારા વહેતા પાણી આપણે ચોક્કસ સાંભળ્યું છે. પરંતુ ગટર તારા ગંદા વહેતા પાણી આજે ખંભાળિયામાં થયેલા ગટરના પાણીની રેલમછેલ બાદ સાંભળવા મળી રહ્યું છે. શહેરની ઝવેરી બજારમાં આવેલી ફ્રિ પ્રજાબંધુ લાઇબ્રેરી નજીકથી પસાર થતી ગટરના પાણીનો કોઇ કારણોસર નિકાલ ન થતાં ગટરનું દુષિત પાણી અંદાજીત ચાર ફૂટ ઉંચી લાઇબ્રેરીમાં ઘુસી જતા લાઇબ્રેરી રૂમ ગટરના પાણીથી રેલમછેલ જોવા મળ્યો હતો. લાઇબ્રેરી અંદર પાણી ઘુસી જતા આસપાસના લોકો દોડી આવી પાણીના નિકાલ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે બાદ તાત્કાલિક પાલિકા કચેરીએ જાણ કરાતા સેનિટેશન વિભાગે કામદારોને મોકલી ગટરનું પાણી કયાંથી આવ્યું તે ફોલ્ટ શોધતા શરણેશ્વર મંદિર પાસે ઓટલા નીચે આવેલી ગટરમાં કચરો અટવાતા પાણીનો નિકાલ થઇ શકતો ન હોવાથી ગટરનું પાણી ઉભરાઇ આવી બહાર છલકાયું હતું. પાલિકાના કામદારો દ્વારા તાત્કાલીક અસરથી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(1:18 pm IST)
  • ગોંડલના ચરખડી પાસે આકાશ જીનીંગ મીલમાં ભભૂકી : આગની ઘટનાની જાણ થતા ગોંડલ-જેતપુરના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા :જીનીંગ મીલમાં પડેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાનું કારણ અકબંધ: access_time 8:59 pm IST

  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST

  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST