Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રાજકોટના વેપારીનો ૭.૮૪ લાખનો ભંગાર અને ટ્રક લઇ ડ્રાઇવર છૂં ગોંડલના ભુણાવા ગામેથી

રાજકોટ, તા., ૧૪: ગોંડલના ભુણાવા ગામેથી ગોડાઉનમાંથી રાજકોટના વેપારીનો ૭.૮૪ લાખનો ભંગાર અને  ટ્રક લઇ ડ્રાઇવર છંૂ થઇ જતા પોલીસમાં ફરીયાદ થયેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ કોઠારીયા કોલોની, કવા. નં. ૪૪૯ માં રહેતા  વેપારી મુથુજાભાઇ અંસારીએ આરોપી ટ્રક નં. જીજે૧ર વાય ૭૭૩૪નો ચાલક ઉતમ લલનભાઇ મિશ્રા (રહે. મૂળ યુપી, હાલ રાજકોટ) સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવાયા મુજબ ફરીયાદીના ગોડાઉનમાંથી આરોપી ટ્રક ડ્રાઇવરે લોખંડનો ભંગાર ર૪ર૭૦ કિ.ગ્રા. કિંમત ૭.૮૪ લાખ ભરી ચાંગોદર મોકલતા જે માલ ચાંગોદર ન પહોંચાડી તેમજ સાહેદનો ટ્રક કિંમત ૪.પ૦ લાખ લઇ જઇ  છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકત ટ્રક ડ્રાઇવર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)