Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જર્મન ખાતે વિશ્વ પ્લાસ્ટીક ફેરમાં ધોરાજીના પ્લાસ્ટીકના ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે

ધોરાજી તા. ૧૪ : ધોરાજી સમગ્ર વિશ્વમાં વેસ્ટમાંથી બેસ્ટ અંગે ધોરાજીએ નામના મેળવેલ છે અને અત્યારે ધોરાજી ખાતે પ્લાસ્ટીક વેસ્ટમાંથી રીસાયકલીગ કરી નાનીમોટી જીવન જરૂરીયાત અને ખેતીને લગતા પાઇપો સહીતની ચીજ વસ્તુઓ બનાવે છે. અને હજારો લોકોને રોજીરોટી અપાવે છે. પણ હવે વિશ્વલેવલે પ્લાસ્ટીક ઉદ્યોગકારો વિશ્વ પ્લાસ્ટીક ઉદ્યોગકારોને લાઇવ પ્રદર્શન અને માર્ગદર્શન સેમીનાર જર્મન ખાતે યોજાશે એ માટે સમગ્ર ભારતના અને ખાસ કરીને ગુજરાતના પ્લાસ્ટીકના ઉદ્યોગકારોની બેઠક અમદાવાદ ખાતે યોજાય જેમાં જર્મનથી પ્લાસ્ટીક ફેરના આયોજકો જર્મનથી અમદાવાદ આજે મીટીંગ યોજી અનેજેમાં જર્મના મીસ્ટર બુચી મીસ્ટર થોમસ ચીટ અને મીસ્ટર વોરનર અને મીલા જયદેવ અને જીગીશ દોશી સહીતનાઓએ માર્ગદર્શન આપેલ ૩૮ દિવસોમાં ધોરાજીના પ્લાસ્ટીક ઉદ્યોગ જર્મની જશે જયા આધુનિક ટેકનોલોજી વીશે માર્ગદર્શન મેળવશે અને ભારતમાં પ્લાસ્ટીક ઉદ્યોગમાં એક નવો ઇતીયાસ સર્જીશે અમદાવાદ ખાતે યોજાયેલ મીટીંગ ધોરાજી પ્લાસ્ટીક એશોસીએનના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા કરશનભાઇ માવાણી, જયસુખભાઇ ડોબરીયા, ગૌતમભાઇ વઘાસીયા સહીતના અમદાવાદ ખાતે મીટીંગમાં હાજર રહેલ અને હવે આવનારા સમયમાં ધોરાજી પ્લાસ્ટીંગ ઉદ્યોગકારોનું પ્રતિનિધી મંડળ જર્મન ખાતે ફેરમાં જશે. અને નવી ટેકનોલોજીનો અભ્યાસ કરી આવનારા સમયમાં નવી ક્રાંતી લાવશે એમ પ્લાસ્ટીક એશોસીએશનના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાએ જણાવેલ હતું.(૬.૧૧)

(11:39 am IST)