Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

માંગરોળ પાસે ખનીજ ચોરી,રૂા. ૧૧.૪૬ લાખનો બોકસાઇટ કબ્જે

તળાવમાં ખનન કરી ખેતરમાં સ્ટોક કર્યો

જૂનાગઢ તા.૧૪: માંગરોળની ચોટલી વીરડીની સીમમાં આવેલ સરકારી તળાવમાં ગેરકાયદે ખનન થયું હોવાની માહિતી મળતા પી.એસ.આઇ. આર.જે. રામ વગેેરેએ તપાસ હાથ ધરી હતી.તપાસમાં નારણ ભલુભાઇ ચાવડા અને રાયમલ કરશન (નવા કોટડા) એ તળાવમાં ગેરકાયદે ખોદકામ કરી પોતાનાં ખેતરમાં રૂા. ૧૧.૪૬ લાખની કિંમતનો ૧૫૮૬ મેટ્રીક ટન બોકસાઇટનો ખેતરમાં સ્ટોક કર્યો હોવાનું ખુલ્યું હતું.પોલીસે બોકસાઇટનો જથ્થો કબ્જે કરી બંને શખ્સો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (૧.૧૧)

(11:24 am IST)