Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કચ્છ - મોરબી બેઠકમાં મતદારોની સંખ્યા ૧૭ લાખને પાર

૮ લાખથી વધુ મહિલા મતદારો : ૨ મોબાઇલ એપ્લીકેશન કાર્યરત : ૪૦૦ મતદાન મથકો સંવેદનશીલ

 ભુજ તા. ૧૪ : ભુજ તા. ૧૪ : લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ મોરબી-કચ્છની લોકસભા બેઠકની ચૂંટણીની તૈયારી માટે તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. આ બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કચ્છ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ભુજ મધ્યે મીડીયા સાથે બેઠક યોજીને તંત્રની તૈયારી સાથે આંકડાકીય માહિતી આપી હતી.

કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર ગુજરાતનો સમાવેશ ત્રીજા તબક્કામાં છે. એટલે મોરબી કચ્છ લોકસભા બેઠકની મતદાનની તારીખ ૨૩ મી એપ્રિલ મંગળવાર રહેશે અને ચૂંટણીનું પરિણામ બરાબર એક મહિના પછી ૨૩ મી મે ના જાહેર થશે. જોકે, સૌથી મોટી સમસ્યા ઉમેદવાર માટે પ્રચાર પ્રસારની રહેશે. આમ નિયમ અનુસાર ૨૮/૩/૨૦૧૯ ના ચુંટણીનું જાહેરનામુ બહાર પડે એટલે ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. લોકસભાની ચૂંટણી લડવા માંગતા રાષ્ટ્રીય કક્ષાના મોટા રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારના નામ મોટાભાગે છેલ્લી ઘડીએ જાહેર કરાતા હોઈ ૨૮ મી માર્ચે અથવા તો ફોર્મ ભરવાના છેલ્લા દિવસની તાણખેંચને પગલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૪ એપ્રિલ ના ઉમેદવાર નું ચિત્ર કિલયર થશે. એટલે ઉમેદવાર માટે કચ્છ અને મોરબી જેવા મોટા લોકસભા વિસ્તાર માટે ચૂંટણીના પ્રચાર પ્રસાર નો ગાળો માંડ માંડ ૧૫ થી ૨૦ દિવસનો રહેશે. કચ્છ અને મોરબી ના કુલ ૭ વિધાનસભા વિસ્તારોમાં બે થી ત્રણ અઠવાડિયામાં ફરી વળવાનું કામ ઉમેદવાર માટે ખૂબ જ પડકાર ભર્યું રહેશે. ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ ૮ મી એપ્રિલ છે.

કચ્છ લોકસભા બેઠક માં મતદારોની આંકડાકીય માહિતીની વાત કરીએ તો કચ્છ ની ૬ વિધાનસભા બેઠકો ઉપર ૭,૬૫,૨૫૩ પુરુષ અને ૭,૦૧૯,૧૯ મહિલા મતદારો મળીને કુલ ૧૪,૬૭,૧૮૭ મતદારો છે. પણ, મોરબી વિધાનસભા બેઠકનો સમાવેશ કચ્છની લોકસભા બેઠકમાં થતો હોઈ તે વિસ્તારના મતદારોની સંખ્યા ઉમરીએ તો મોરબીના ૧,૩૭,૮૭૧ પુરુષ અને ૧,૨૫,૨૯૩ મહિલા મતદારો મળીને ૨,૬૩,૧૬૬ મતદારો છે. કચ્છ અને મોરબી એમ ૭ વિધાનસભા બેઠકો ઉપર કુલ મતદારોનો સરવાળો ૧૭,૩૦,૩૫૩ છે. હવે આ વખતે કુલ મહિલા મતદારોનો આંક ૮ લાખને પાર કરી ને ૮,૨૭,૨૧૨ થઈ ગયો છે. જયારે પુરુષ મતદારો ૯,૦૩,૧૨૪ છે. આમ, કુલ ૧૭,૩૦,૩૫૩ મતદારો પૈકી મહિલા મતદારોની સંખ્યા ૮,૨૭,૨૧૨ છે. જિલ્લા બહાર નોકરી કરતા હોય તેવા સર્વિસ વોટર (મતદારો)ની સંખ્યા ૩૯૫ છે. સર્વિસ વોટર્સ મતદાન પત્રક થી મત આપી શકશે. જયારે અન્ય તમામ મતદારોઙ્ગ EVM-VVPAT મશીન થી મત આપી શકશે. કચ્છમાં EVM-VVPAT ની ચકાસણી થઈ ગઈ છે તેમ જ લોકો ને તેના દ્વારા મતદાન કરવા અંગેની સમજ પણ અપાઈ રહી છે. મતદાન કરવા માટે ઓળખપત્ર ફરજીયાત છે. આમ તો ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ સહિતઙ્ગ કુલ ૭ અલગઅલગ ઓળખપત્ર દ્વારા મતદાન કરી શકાશે. જોકે કચ્છમાં તમામે તમામ મતદારોને (૧૦૦ %) ઈલેકશન કાર્ડ મળી ગયા હોવાનો દાવો કલેકટર રેમ્યા મોહન અને કચ્છના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. એસ. પ્રજાપતિએ કર્યો છે.ઙ્ગ

કચ્છમાં અંદાજીત ૨૨૦૦૦ જેટલા નવા મતદારો વધ્યા છે. લોકસભાની ચૂંટણી માં જો તમે મતદાન કરવા માંગતા હોય અને જો તમારું મતદાર કાર્ડ ન હોય તો તમારી પાસે છેલ્લી તક હજી પણ છે. કચ્છ અને મોરબીમાં ૨૩ મી એપ્રિલ સુધી નવા મતદાર કાર્ડ બનાવી શકાશે. દરેક તાલુકા મામલતદાર કચેરી માં ૨૩ એપ્રિલ સુધી નવા મતદાર કાર્ડ બનાવવાની કામગીરી ચાલુ રહેશે. મતદાન મથકોની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં કુલ ૧૮૫૨ (મોરબી વિધાનસભાના આંકડા નથી અપાયા) જેટલા મતદાન મથકો માં મતદાન થશે. એકલા કચ્છ જિલ્લામાં ૪૦૦ જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે, જયાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષાની વધુ જરૂર છે. ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા ૨૧ નોડલ ઓફિસરોની નિમણુંક કરાઈ છે. મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ એમ કુલ મળીને ૧૦ હજાર જેટલા કર્મચારીઓ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા ખડે પગે ફરજ બજાવશે. કુલ ૩૫ જેટલા સખી મતદાર મથકો (દરેક વિધાનસભા વિસ્તાર દીઠ ૫) હશે, કે જેમાં તમામ સ્ટાફ મહિલા કર્મચારીઓનો હશે. કોઈ પણ ઉમેદવારને મત નહીં આપવા માંગતા મતદારો માટે નોટા (NOTA- None Of Above) નો વિકલ્પ પણ રહેશે.

ચૂંટણીપંચ દ્વારા ડિજિટલ યુગ સાથે કદમ મેળવીને બે નવી મોબાઈલ એપ લોન્ચ કરાઈ છે. આ બન્ને એપ VOTERS HELPLINE અને C vigil ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. VOTERS HELPLINEમાં આપ આપનું નામ મતદાર યાદી માં છે કે નહીં તેની માહિતી મેળવી શકશો. જયારે Cvigil એ ફરિયાદ કરવા માટે છે. કોઈ પણ મતદાર ને જો કોઈ રાજકીય પક્ષ કદ ઉમેદવાર સામે ફરિયાદ કરવી હોય તો તે મતદારે પોતાના મોબાઈલમાં GPS સિસ્ટમ ચાલુ કરવાની રહેશે અને જયાં કોઈ ગેરરીતિ થતી દેખાય તો તે સ્થળે થી જ ફોટો અથવા તો વિડિઓ પાડીને તે Cvigil એપ દ્વારા જ મોકલવાનો રહેશે. એટલે GPS સિસ્ટમના આધારે નજીકની વિજિલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી આવશે. Cvigil એપ કચ્છમાં ૧૮ માર્ચ થી કામ કરતી થશે. આ ઉપરાંત ભુજની જિલ્લા કલેકટર કચેરી મધ્યે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાયો છે. જેના નંબર ૧૯૫૦ છે, ભુજ સિવાય અન્ય સ્થળે થી ફોન કરનારાઓએ STD કોડ સાથે નંબર ૦૨૮૩૨૧૯૫૦ ડાયલ કરવાનો રહેશે.ઙ્ગ

લોકસભાના ઉમેદવારની ખર્ચ મર્યાદા ૭૦ લાખ રૂ. નક્કી કરાઇ છે. વહીવટીતંત્ર દ્વારાઙ્ગ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને બેનર, પોસ્ટર તેમ જ પ્રિન્ટિંગ સાહિત્ય ના ભાવ અને તેની મર્યાદા વિશે ચર્ચા વિચારણા કરવા બેઠક યોજાઇ હતી. જેમાં પેઈડ ન્યૂઝ વિશે ચર્ચા કરીને પ્રિન્ટ તેમ જ ઇલેકટ્રોનીકસ મીડીયા માટે MCMC કમિટીની રચના કરાઈ હોવાનું અને સભ્ય સચિવ તરીકે નાયબ માહિતી નિયામક તેમ જ ટીમ મેમ્બર્સ દ્વારા MCMC નું મોનીટરીંગ કરાશે. જયારે ઉમેદવારના ખર્ચ ઉપર નજર રાખવા માટે નોડલ ઓફિસર તરીકે DDOની નિયુકિત કરાઈ છે. ખર્ચ સંબધિત માહિતી કે ફરિયાદ માટે જિલ્લા કન્ટ્રોલ રૂમ ને ફોન નંબર ૧૮૦૦૨૩૩૩૬૦૦ છે. ચૂંટણી ની આચારસંહિતાના પાલન માટે જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર તરીકે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની નિયુકિત કરાઈ છે. જેમના હાથ નીચે ૧૮ નોડલ ઓફિસર કામ કરશે.ઙ્ગ

કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી માટેની તૈયારી અંગે માહિતી આપવા યોજાયેલ આ બેઠકમાં કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. એસ. પ્રજાપતિ, માહિતી કચેરીના અધિકારીઓ મોહન માલી, ઘનશ્યામ પેડવા, વિનોદ ભટ્ટઙ્ગ તેમ જ વિવિધ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:29 am IST)