Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ફોટોગ્રાફર ભાટી એનનું પૂજય મોરારિબાપુના હસ્તે સન્માન

વાંકાનેર તા.૧૪: વાંકાનેર તાલુકાનું મનુભાઇ પંચોળી (દર્શક)ની જન્મભૂમિ પંચાસિયા ખાતે મહાત્મા ગાંધી સાર્ધશતાબ્દી વંદના સર્વધર્મ સમભાવ સંમેલન શ્રી મોરારિબાપુની ઉપસ્થિતિ, આશિર્વચન અને વાંકાનેરના પ્રતિભાશાળી વ્યકિતના સન્માન સમારોહમાં તસ્વીરકાર ભાટી એનનું સન્માન કરવામાં આવેલ ગોલ્ડન પ્લેટમાં પ્રિન્ટ કરેલ સન્માનપત્ર, શાલ ઓઢાળી સન્માન પૂજય મોરારિબાપુના હસ્તે તેમજ શાલ ઓઢાળી સન્માન મોમીન સમાજના ધર્મગુરૂ શ્રી ખુરશીદહેૈદર પીરઝાદાના હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે મોરારિબાપુએ ભાટી એનની તસ્વીરકલાને બિરદાવી હતી અને તેમને અનેક એવોર્ડ મેળવી ખુબ નામના હાંસલ કરી છે અને તેઓનો લોન્ગનેઇલથી ખૂબ જ સરસ ચિત્રો દોરી આગવી ઓળખ ઉભી કરી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. હાજીભાઇ બાદી પ્રમુખ શ્રી જીવન ભારતી ટ્રસ્ટ સરપંચ ઇરફાન ચૌધરીએ જહેમત ઉઠાવી હતી.

(9:22 am IST)