Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વિસાવદરની સીમમાંથી ૩૦ લાખનો દારૂ ઝડપી લેતી જૂનાગઢ એલસીબી પોલીસઃ ડ્રાઈવરની અટકાયતઃ ટ્રક સહિત ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢઃ વિસાવદરના હાજાણી પીપળીયા ગામની સીમમાંથી એલસીબી પોલીસે ૩૦ લાખના દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધોઃ ટ્રક અને બાઈક સહિત ૬૫ લાખનો મુદ્દામાલ જપ્તઃ ટ્રકમાંથી ૬૮૬ પેટી ઈંગ્લીશ દારૂ નિકળ્યોઃ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ સિંઘની સૂચનાથી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહિલ તથા પીએસઆઈ એન.બી. ચૌહાણ સહિતના સ્ટાફે બાતમીના આધારે સીમમાં ત્રાટકી અને દારૂ ભરેલો ટ્રક ઝડપી લઈ રાજસ્થાની ડ્રાઈવર સુરતારામની અટકાયત કરી છે

(4:28 pm IST)