Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

જૂનાગઢ ઝૂમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા કરાઇ અનેરી વ્યવસ્થા

સરીસૃપ પ્રાણીઓ માટે બલ્બ ચાલુ કરાયા પાંજરા પાસે ઘાસનો જથ્થો અને ઇલેક્ટ્રિક હીટર મુકાયા

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વનવિભાગ દ્વારા દર વર્ષે અનેરી વ્યવસ્થા કરાઈ છે વનવિભાગ દ્વારા અલગ-અલગ રીતે ઠંડીથી રક્ષણ આપવા માટે પક્ષીઓના પાંજરાને સીધો પવન ન લાગે તે માટે  પાંજરાઓની ફરતી બાજુ નેટ મારવામાં આવતી હોય છે.

  જુનાગઢ સક્કરબાગ ઝૂમાં આવા 70થી વધુ પાંજરાઓ આવેલા છે. જેમાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ રહે છે. આ ઉપરાંત પ્રાણીઓ જેમાં મગર, સાપ ને ઠંડીથી બચવા બલ્બ ગોઠવવામાં આવતા હોય છે આ બલ્બ ચાલુ કરવાથી સરીસૃપ પ્રાણીઓ ને ગરમાવો મળી શકે છે અને તૃણભક્ષી પ્રાણીઓને પાંજરામાં ઘાસ મૂકવામાં આવે છે. જેથી ઘાસથી ઠંડીમાં રક્ષણ મળતું હોય છે.

   ઝુ ના સત્તાધીશો દ્વારા દરેક પશુ-પક્ષી પ્રાણીઓને પણ ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે ખોરાકની સાથોસાથ ઠંડીથી બચવા માટે સકરબાગ ઝૂમાં ઇલેક્ટ્રિક હીટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનાથી વન્ય પ્રાણીઓ ને હુફ મળી શકે છે.

(9:13 pm IST)