Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઓખાના કીનારે ગ્રીન સી મૃત કાચબો તણાઇ આવ્યો

ચાર ફુટના કાચબાને માથા પર ભયંકર ઘાવના નિશાન

ઓખા, તા., ૬: દરીયા જીવ સૃષ્ટિમાં કાચબો એ સવથી શાંત અને મજબુત પ્રાણી ગણાય છે. કાચબાની કુલ પાંચ પ્રજાતી હોકસ બીલ, ઓલી બ્રીડલી, લોગર હેડ, લેધર બેડ તથા ગ્રીન સી દરીયાના ખારા પાણીમાં વસવાટ કરે છે.

આજ રોજ ઓખાના વ્યોમાણીધામ ચોપાટી દરીયા કિનારે ગ્રીન સી કાચબો મૃત હાલતમાં તણાઇ આવ્યો હતો. આ કાચબાના મુખ પર મોટો ઘાવ જોવા મળ્યો હતો. કોઇ મોટી બોટ સાથે અથડાવાથી અથવા મોટી ભેખંડ સાથે માથુ અથડાવાથી ઇજા થઇ હોય.

આ કાચબાની ઉંમર આશરે પાંચ થી છ વર્ષની જણાય છે. આ નર કાચબો શાકાહારી હોય તે ખોરાકમાં સેવાળ તથા દરીયા ઘાસ લે છે. કાચબાઓ ઠંડીમાં ઇંડા મુકવા દરીયા કીનારે રેતીમાં આવે છે. તેથી શીયાળાની ઋતુમાં કાચબાઓ કાંઠે વધુ જોવા મળે છે. આ કાચબાના મોતથી જીવદયા પ્રેમીઓમાં ચિંતાની લાગણી જોવા મળી હતી.

(12:08 pm IST)