Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જરૂર હોય તો લઈ જાવ…. વધારે હોયતો મુકી જાવ

મોરબીમાં કડકડતી ઠંડીમાં જરૂરીયાતો માટે ''ભલાઇની દિવાલ''

કલા અને ઓૈદ્યોગિક નગરી તરીકે જાણીતું મોરબી સેવાકીય, સામાજીક અને ધાર્મિક, શૈક્ષણિક પ્રવૃતિઓ બાબતે પણ પ્રેરણારૂપ બની ચુકયું છેઃ શિયાળામાં ગરમ કપડા જરૂરીયાતમંદોને પહોંચાડવા નવતર પ્રયોગ

મોરબી તા.૬: માણસ હોવાની ઓળખ એ છે કે તે બીજા માણસને કામ આવે આ દુનિયામાં સુખી-સંપન્ન લોકોની કોઇ કમી નથી પરંતુ તેની સામે જરૂરીયાતમંદો, વંચિતોની તેની સંખ્યા અનેકગણી છે. અને આજના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા લોકો ભલે પોતાની રીતે હાઇ-ફાઇ જીવનશૈલી અપનાવતા હોય પણ તેમાં ઘણા લોકો અન્ય જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ પણ થતાં રહે છે. અને માણસ તેને જ કહી શકાય જેનો આત્મા જીવતો હોય, જેની સંવેદનાઓ સક્રિય હોય, જેનામાં દયા દફનાઇના ગઇ હોય અને આવા માણસોના કારણે જ આ આપણો સમાજ, સંસાર, દુનિયા ચાલે છે.

એક સમયે મોરબી વાઘજી આશારામ, મુળજી આશારામ શર્મા જેવા કલાકારો થકી કલાનગરી મોરબીને આજે મોરબી પંથકના સાહસિક, મહેનતું ઉદ્યોગપતિઓએ મોરબીના ઉદ્યોગને વિશ્વના નકશા પર અંકિત કરી ઓૈદ્યોગિકનગરી તરીકેનું બિરૂદ પણ અપાવ્યું છે. તેવા ગૌવરવંતા અને સૌરાષ્ટ્રના કીંગસિટી ગણાતું મોરબી આજે નવી નવી, અવનવી અનેકાનેક સેવાકીય, સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃતિઓમાં પણ તન-મન-ધનથી અનેરૂ યોગદાન આપી અન્યના માટે પ્રેરણારૂપ બની રહયું છે.

સેવાકીય પ્રવૃતિઓની વાત કરીએ તો, બે દિવસ પૂર્વે જ શહેરના રવાપર રોડ પર  બાપાસીતારામ ચોકમાં એક દિવાલ પર વિશાળ બેનર લગાવવામાં આવ્યું હતું. બેનરમાં લખ્યું હતું,'' ભલાઇની દિવાલ'' બિનજરૂરી કપડા અહીં મુકી જાવ અને જરૂરત હોય તે લઇ જાવ!! બાજુમાં એક મોટા ટેબલ પર ગરમ કપડા પડયા હતા!

આ વિચાર તદ્દન નવો નથી, પરંતુ જેને પણ આવ્યો તેને સો -સો સલામ કરી ધન્યવાદ આપવાનું મન થાય કારણ કે ત્યાં વધારના ગરમ કપડા મુકવા જાવા વાળાને મનમાંં અભિમાનના અંકુર ન ફુટે કે મે 'ફલાણા' જરૂરીયાતમંદ કે ગરીબને મફતમાં ગરમ કપડા આપ્યા અને લઇ જવા વાળા કોઇપણ જાતના સંકોચ, શરમ કે નાનપ અનુભવ્યા વીના ત્યાંથી ચટપટ લઇને નીકળી જાય, કેવી સુંદર અને પ્રેરણાદાયી આ વ્યવસ્થા!

આ આયોજન, આ વ્યવસ્થા ઉભી કરનાર કોણ, તેનું પણ કયાંક નામ ન મળે, આને કહેવાય સેવા (નિઃસ્વાર્થ પ્રસિદ્ધિરહિત સેવા!)

આ જગ્યા પાસેથી પસાર થનાર રાહદારીઓ આ બેનર વાંચી અચુક પોતાના ઘરમાં પડેલા ફાલતું બિનજરૂરી વસ્ત્રો ત્યાં હર્ષભેર મુકી જાય અને જરૂરતમંદો પણ ખુશી ખુશી લઇ જાય તે સ્વાભાવિક છે અને તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હોવાનું દર્શકોએ જણાવ્યું હતું.

આજ રીતે અભ્યાસક્રમનું નવું વર્ષ શરૂ થતંુ હોય ત્યારે બીનજરૂરી (અભ્યાસપૂર્ણ કરી ચુકયા હોય તેવા) પુસ્તકો માટે પણ સ્ટોલમુકાય, સાતમ-આઠમના પર્વ સમયે પણ ઘરમાં પડેલા (કોથળા ભરેલ) વધારાના રમકડા મુકી જવા અપીલ કરવામાં આવે તો ૅઘણું ઘણું બિનજરૂરી, જરૂરતમંદ સુધી પહોંચી શકે, અને ખુબઙ્ગ સરળતાથી આ રીતે અન્યને મદદરૂપ થઇ શકાય. અને મોરબીમાં વસવાટ કરતા હજારો ઉદ્યોગકારો, સુખી સંપન્ન લોકો પાસે ફોર વ્હિલર તો છે જ, પોતાની કારની ડેકીમાં આવા ગરમ બિનજરૂરી કપડાં ઘેરથી લઇ લે અને જયારે પણ રાત્રીના સમયે કો ઇ ગરીબ જરૂરતમંદ દેખાઇ આવે તો તેને આપવામાં માત્ર મામુલી સમય લાગે અને મોટું સેવાનું કામ થઇ શકે!

અને આમ પણ જોયા, જાણ્યા અને સાંભળ્યા મુજબ મોરબીના અનેક સેવાભાવીઓ, રાત્રીના અંધકારમાં ગરીબો, જરૂરતમંદો, વંચિતોના ઠેકાણાઓ શોધી, ઝુપડપટ્ટીમાં ધાબળા, ગરમ કપડા આપવા પહોંચી જતા હોય છે. હજુ ગઇકાલની વાત કરીએ તો મોરબીના સેવાભાવી રામજીભાઇ રબારી (એક અઠવાડીયા પૂર્વે જ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે) પોતે પોતાના હાથે ગરીબોને ધાબળા ઓઢાડતા રાત્રીના અંધકારમાં જોવા મળ્યા હતા. અને આનો વિડિયો પણ વાઇરલ થયો હતો. આ રામજીભાઇ રબારી ઉનાળાની સિઝનમાં લીલાપર રોડ સહિત અનેક જગ્યાએ પાણીના પરબ બનાવી પાંચ-પાંચ નાંદો મુકે છે અને તેમાં પાણીના કેરબા ઠલવવા વ્યવસ્થા કરે છે.

સ્વાઇન ફલુ વકરે ત્યારે તેઓ સ્વાઇન ફલુ સામે રક્ષણ આપનાર ઉકાળા કેન્દ્રો ખોલી, સાથે રહીને મોરબીની લગભગ તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઉકાળો પાવા નિકળી પડે છે!

જરૂરતમંદોને હરહંમેશા ઉપયોગી થવા તેને મદદ કરવા માટે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ પણ એટલું જ જાણીતું છે. આ ગ્રુપના અગ્રણી દેવેનભાઇ રબારીની આગેવાનીમાં વર્ષમાં અનેકાનેક વખત ગ્રુપના સભ્યોના જન્મદિન નિમિતે પછાત વિસ્તારો, ઝુપડ્ડપટ્ટીના બાળકોને ભાવતા ભોજનીયા જમાડે છે. દિવાળીના તહેવારો પર ફટાકડા, દિવડા, મીઠાઇઓ, લઇ પહોંચી જાય છે તો શ્રાવણ માસના દરેક સોમવારે તમામ ઝુપડ્ડપટ્ટીના બાળકોને મીષ્ટાન સહિતના ભોજન જમાડે છે. વંચિતો અને ઝુપડ્ડપટ્ટીના બાળકોને તંદુરસ્તી જળવાઇ રહે તેમ જાતની મેડીકલ કીટનું વિતરણ કરવા સાથે મકર સંક્રાંતિની પતંગ ઉડાડવા બોરા, જીંજરા, ચીકી સહિતની પતંગ-દોરા સાથે વિકાસ વિદ્યાલય પહોંચી જાય છે. અને ડીજેની રંગતમાં એ પરિવારના પ્રેમથી વંચિત બાળકોને પોતાના પણાની અનુભૂતિ કરાવવાનું ઉત્તમ-પૂણ્યનું કામ કરી રહયા છે. જન્માષ્ટમી હોય કે નવરાત્રી મહોત્સવ હોય, બાળકોને જોવા લાયક ફિલ્મ હોય તો આ ગ્રુપ દર વર્ષે વિકાસ વિદ્યાલયની બાળાઓ, વૃદ્ધાશ્રમના વડિલોને ત્યાં હોશે હોશે લઇ જઇ અવિસ્મરણીય આનંદની અનુભુતિ કરાવે છે. એ જ ઓડી, બી.એમ.ડબલ્યુ., મર્સીડીસ જેવી મહામુલી મોટરકારોમાં મહાલવાનું દરેકને સ્વપ્ન હોય તેવી, લાઇનબંધ મોટરકારોના કાફલામાં બાળકોને જમાડી અને શહેરમાં શેર કરાવે છે. જેના અંગે અંગ ગરીબાઇની ચાળી ખાઇ રહ્યા હોય તેવા આ બાળકો ભારતનો તિરંગો હાથમાં લઇ ફરાકવા, ખુલી મોટરકારમાં શહેર ભ્રમણ કરતા હોય છે. ત્યારેના દ્રશ્યો જોઇને તો એવુ લાગે કે એ બાળકો પોતાનું અસ્તિત્વ ભુલી આભમાં વિહરવાનો આનંદ લૂંટી રહ્યા છે. પછાત વિસ્તારમાં તમામ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ યોજવા ગરીબ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અને ઇગ્લીશના અભ્યાસમાં સમાજના અન્ય બાળકોના પ્રવાહમાં જોડાઇ તે માટે તેઓ નિઃશુલ્ક કલાસ પણ ચલાવે છે. આવી અનેકનેક પ્રવૃતિઓ આ ગ્રુપ કરી રહ્યું છે.

સામાજીક પ્રવૃતિઓની વાત કરીએ તો મોરબીના દેવકરણભાઇ આદ્રોજા દ્વારા શરૂઆત કરવામાં આવેલ ગંગાસ્વરૂપ (વિધવા) સહાય કેન્દ્રને આજે ચંદ્રકાંતભાઇ દફતરી જેવા સેવાભાવીઓએ વટવૃક્ષ સમાન બનાવી છે. અને દર મહિને મોરબી સહિત દરેક વિસ્તારમાં ગંગાસ્વરૂપ બનેનોને અનાજ સહિતની કીટ આપવામાં આવી રહી છે. આ બન્ને સેવાભાવિઓ દ્વારા આવી ગંગાસ્વરૂપ બહેનાના સંતાનોના લગ્ન કરવા માટે અનોખો સમુહ લગ્નોત્સવ પણ યોજાય છે. તો મોરબીના સેવાભાવી પ્રાગજીભાઇ બાવરવા પણ પોતાના માદરેવતન મોડપર ગામની તમામ દિકરીઓ- ભાણેજોના ભવ્ય લગ્ન યોજી સમાજને એક નવો રાહ ચીંધી રહ્યા છે. તો મોરબીમાં જરૂરતમંદ ભુખ્યાઓની

મોરબી તા.૬: માણસ હોવાની ઓળખ એ છે કે તે બીજા માણસને કામ આવે આ દુનિયામાં સુખી-સંપન્ન લોકોની કોઇ કમી નથી પરંતુ તેની સામે જરૂરીયાતમંદો, વંચિતોની તેની સંખ્યા અનેકગણી છે. અને આજના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા લોકો ભલે પોતાની રીતે હાઇ-ફાઇ જીવનશૈલી અપનાવતા હોય પણ તેમાં ઘણા લોકો અન્ય જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ પણ થતાં રહે છે. અને માણસ તેને જ કહી શકાય જેનો આત્મા જીવતો હોય, જેની સંવેદનાઓ સક્રિય હોય, જેનામાં દયા દફનાઇના ગઇ હોય અને આવા માણસોના કારણે જ આ આપણો સમાજ, સંસાર, દુનિયા ચાલે છે.

એક સમયે મોરબી વાઘજી આશારામ, મુળજી આશારામ શર્મા જેવા કલાકારો થકી કલાનગરી મોરબીને આજે મોરબી પંથકના સાહસિક, મહેનતું ઉદ્યોગપતિઓએ મોરબીના ઉદ્યોગને વિશ્વના નકશા પર અંકિત કરી ઓૈદ્યોગિકનગરી તરીકેનું બિરૂદ પણ અપાવ્યું છે. તેવા ગૌવરવંતા અને સૌરાષ્ટ્રના કીંગસિટી ગણાતું મોરબી આજે નવી નવી, અવનવી અનેકાનેક સેવાકીય, સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃતિઓમાં પણ તન-મન-ધનથી અનેરૂ યોગદાન આપી અન્યના માટે પ્રેરણારૂપ બની રહયું છે.

સેવાકીય પ્રવૃતિઓની વાત કરીએ તો, બે દિવસ પૂર્વે જ શહેરના રવાપર રોડ પર  બાપાસીતારામ ચોકમાં એક દિવાલ પર વિશાળ બેનર લગાવવામાં આવ્યું હતું. બેનરમાં લખ્યું હતું,'' ભલાઇની દિવાલ'' બિનજરૂરી કપડા અહીં મુકી જાવ અને જરૂરત હોય તે લઇ જાવ!! બાજુમાં એક મોટા ટેબલ પર ગરમ કપડા પડયા હતા!

આ વિચાર તદ્દન નવો નથી, પરંતુ જેને પણ આવ્યો તેને સો -સો સલામ કરી ધન્યવાદ આપવાનું મન થાય કારણ કે ત્યાં વધારના ગરમ કપડા મુકવા જાવા વાળાને મનમાંં અભિમાનના અંકુર ન ફુટે કે મે 'ફલાણા' જરૂરીયાતમંદ કે ગરીબને મફતમાં ગરમ કપડા આપ્યા અને લઇ જવા વાળા કોઇપણ જાતના સંકોચ, શરમ કે નાનપ અનુભવ્યા વીના ત્યાંથી ચટપટ લઇને નીકળી જાય, કેવી સુંદર અને પ્રેરણાદાયી આ વ્યવસ્થા!

આ આયોજન, આ વ્યવસ્થા ઉભી કરનાર કોણ, તેનું પણ કયાંક નામ ન મળે, આને કહેવાય સેવા (નિઃસ્વાર્થ પ્રસિદ્ધિરહિત સેવા!)

આ જગ્યા પાસેથી પસાર થનાર રાહદારીઓ આ બેનર વાંચી અચુક પોતાના ઘરમાં પડેલા ફાલતું બિનજરૂરી વસ્ત્રો ત્યાં હર્ષભેર મુકી જાય અને જરૂરતમંદો પણ ખુશી ખુશી લઇ જાય તે સ્વાભાવિક છે અને તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હોવાનું દર્શકોએ જણાવ્યું હતું.

આજ રીતે અભ્યાસક્રમનું નવું વર્ષ શરૂ થતંુ હોય ત્યારે બીનજરૂરી (અભ્યાસપૂર્ણ કરી ચુકયા હોય તેવા) પુસ્તકો માટે પણ સ્ટોલમુકાય, સાતમ-આઠમના પર્વ સમયે પણ ઘરમાં પડેલા (કોથળા ભરેલ) વધારાના રમકડા મુકી જવા અપીલ કરવામાં આવે તો ૅઘણું ઘણું બિનજરૂરી, જરૂરતમંદ સુધી પહોંચી શકે, અને ખુબઙ્ગ સરળતાથી આ રીતે અન્યને મદદરૂપ થઇ શકાય. અને મોરબીમાં વસવાટ કરતા હજારો ઉદ્યોગકારો, સુખી સંપન્ન લોકો પાસે ફોર વ્હિલર તો છે જ, પોતાની કારની ડેકીમાં આવા ગરમ બિનજરૂરી કપડાં ઘેરથી લઇ લે અને જયારે પણ રાત્રીના સમયે કો ઇ ગરીબ જરૂરતમંદ દેખાઇ આવે તો તેને આપવામાં માત્ર મામુલી સમય લાગે અને મોટું સેવાનું કામ થઇ શકે!

અને આમ પણ જોયા, જાણ્યા અને સાંભળ્યા મુજબ મોરબીના અનેક સેવાભાવીઓ, રાત્રીના અંધકારમાં ગરીબો, જરૂરતમંદો, વંચિતોના ઠેકાણાઓ શોધી, ઝુપડપટ્ટીમાં ધાબળા, ગરમ કપડા આપવા પહોંચી જતા હોય છે. હજુ ગઇકાલની વાત કરીએ તો મોરબીના સેવાભાવી રામજીભાઇ રબારી (એક અઠવાડીયા પૂર્વે જ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે) પોતે પોતાના હાથે ગરીબોને ધાબળા ઓઢાડતા રાત્રીના અંધકારમાં જોવા મળ્યા હતા. અને આનો વિડિયો પણ વાઇરલ થયો હતો. આ રામજીભાઇ રબારી ઉનાળાની સિઝનમાં લીલાપર રોડ સહિત અનેક જગ્યાએ પાણીના પરબ બનાવી પાંચ-પાંચ નાંદો મુકે છે અને તેમાં પાણીના કેરબા ઠલવવા વ્યવસ્થા કરે છે.

સ્વાઇન ફલુ વકરે ત્યારે તેઓ સ્વાઇન ફલુ સામે રક્ષણ આપનાર ઉકાળા કેન્દ્રો ખોલી, સાથે રહીને મોરબીની લગભગ તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઉકાળો પાવા નિકળી પડે છે!

જરૂરતમંદોને હરહંમેશા ઉપયોગી થવા તેને મદદ કરવા માટે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ પણ એટલું જ જાણીતું છે. આ ગ્રુપના અગ્રણી દેવેનભાઇ રબારીની આગેવાનીમાં વર્ષમાં અનેકાનેક વખત ગ્રુપના સભ્યોના જન્મદિન નિમિતે પછાત વિસ્તારો, ઝુપડ્ડપટ્ટીના બાળકોને ભાવતા ભોજનીયા જમાડે છે. દિવાળીના તહેવારો પર ફટાકડા, દિવડા, મીઠાઇઓ, લઇ પહોંચી જાય છે તો શ્રાવણ માસના દરેક સોમવારે તમામ ઝુપડ્ડપટ્ટીના બાળકોને મીષ્ટાન સહિતના ભોજન જમાડે છે. વંચિતો અને ઝુપડ્ડપટ્ટીના બાળકોને તંદુરસ્તી જળવાઇ રહે તેમ જાતની મેડીકલ કીટનું વિતરણ કરવા સાથે મકર સંક્રાંતિની પતંગ ઉડાડવા બોરા, જીંજરા, ચીકી સહિતની પતંગ-દોરા સાથે વિકાસ વિદ્યાલય પહોંચી જાય છે. અને ડીજેની રંગતમાં એ પરિવારના પ્રેમથી વંચિત બાળકોને પોતાના પણાની અનુભૂતિ કરાવવાનું ઉત્તમ-પૂણ્યનું કામ કરી રહયા છે. જન્માષ્ટમી હોય કે નવરાત્રી મહોત્સવ હોય, બાળકોને જોવા લાયક ફિલ્મ હોય તો આ ગ્રુપ દર વર્ષે વિકાસ વિદ્યાલયની બાળાઓ, વૃદ્ધાશ્રમના વડિલોને ત્યાં હોશે હોશે લઇ જઇ અવિસ્મરણીય આનંદની અનુભુતિ કરાવે છે. એ જ ઓડી, બી.એમ.ડબલ્યુ., મર્સીડીસ જેવી મહામુલી મોટરકારોમાં મહાલવાનું દરેકને સ્વપ્ન હોય તેવી, લાઇનબંધ મોટરકારોના કાફલામાં બાળકોને જમાડી અને શહેરમાં શેર કરાવે છે. જેના અંગે અંગ ગરીબાઇની ચાળી ખાઇ રહ્યા હોય તેવા આ બાળકો ભારતનો તિરંગો હાથમાં લઇ ફરાકવા, ખુલી મોટરકારમાં શહેર ભ્રમણ કરતા હોય છે. ત્યારેના દ્રશ્યો જોઇને તો એવુ લાગે કે એ બાળકો પોતાનું અસ્તિત્વ ભુલી આભમાં વિહરવાનો આનંદ લૂંટી રહ્યા છે. પછાત વિસ્તારમાં તમામ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ યોજવા ગરીબ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અને ઇગ્લીશના અભ્યાસમાં સમાજના અન્ય બાળકોના પ્રવાહમાં જોડાઇ તે માટે તેઓ નિઃશુલ્ક કલાસ પણ ચલાવે છે. આવી અનેકનેક પ્રવૃતિઓ આ ગ્રુપ કરી રહ્યું છે.

સામાજીક પ્રવૃતિઓની વાત કરીએ તો મોરબીના દેવકરણભાઇ આદ્રોજા દ્વારા શરૂઆત કરવામાં આવેલ ગંગાસ્વરૂપ (વિધવા) સહાય કેન્દ્રને આજે ચંદ્રકાંતભાઇ દફતરી જેવા સેવાભાવીઓએ વટવૃક્ષ સમાન બનાવી છે. અને દર મહિને મોરબી સહિત દરેક વિસ્તારમાં ગંગાસ્વરૂપ બનેનોને અનાજ સહિતની કીટ આપવામાં આવી રહી છે. આ બન્ને સેવાભાવિઓ દ્વારા આવી ગંગાસ્વરૂપ બહેનાના સંતાનોના લગ્ન કરવા માટે અનોખો સમુહ લગ્નોત્સવ પણ યોજાય છે. તો મોરબીના સેવાભાવી પ્રાગજીભાઇ બાવરવા પણ પોતાના માદરેવતન મોડપર ગામની તમામ દિકરીઓ- ભાણેજોના ભવ્ય લગ્ન યોજી સમાજને એક નવો રાહ ચીંધી રહ્યા છે. તો મોરબીમાં જરૂરતમંદ ભુખ્યાઓની આંતરડી ઠારવા ઠેક ઠેકાણે સદાવ્રતો ચાલે, અશકત જરૂરતમંદો, ગરીબો, વૃધ્ધોને માટે ટીફીન સેવાની વ્યવસ્થા અને સેવાભાવી જમનાદાસ (રામને ભજીલ્યો) દ્વારા તો ભોજન સામગ્રી સાથે રથ નીકળે અને ઠેકઠેકાણે જઇ ભુખ્યાઓને ભોજન કરાવી તેનો જઠરાગ્ની શાંત કરે...!

મોરબી પાટીદાર સમાજના સેવાભાવી આગેવાનો દ્વારા હમણાં હમણાં ઘડીયા લગ્ન-સગાઇ અને લગ્ન સાથે યોજવાની અપીલને માન આપી તે દિશામાં પણ એક ઉમદા સામાજીક કાર્ય થઇ રહ્યુ છે અને ત્રણેક ડઝન જેટલા ઘડીયાલગ્નો યોજી સમાજને એક નવો રાહ ચીંધે છે.

અને ધાર્મિક કાર્યોની બાબતમાં વાત કરીએ તો અહીં મોરારીબાપુ, રમેશભાઇ ઓઝા, ગીરીબાપુ હોય કે પછી જીજ્ઞેશદાદા હોય કથાના આયોજનની વાત થાય પછી દાતાઓ વરસી પડે ગોતવા ન જાવા પડે. ગુજરાતમાં પ્રથમ વખત કહી શકાય તેવા યજ્ઞો અહીં યોજાય. ધાર્મિક તહેવારોની ઉજવણી, શ્રધ્ધાના પર્વો પણ આનંદ આનંદથી ઉજવાય.

શૈક્ષણીક ક્ષેત્રે પણ હબ બની ચુકેલા મોરબીમાં કોઇ તેજસ્વી છાત્ર આર્થિક સંકળામણ અનુભવતો હોય તો તેને દતક લેનારા મળી રહે. અમુક અમુક ખાનગી સંસ્થાઓમાં ગરીબ, વંચિત વિદ્યાર્થીઓને વિનામુલ્યે ભણાવી રહ્યાનું પણ સાંભળવા મળે છે.

જીવનમાં જો કુદરતે જેને જરૂરત કરતા ખુબ વધારે આપ્યું હોય તેઓને ખબર ન હોય તો આપવાનો આનંદ પણ અનેરો હોય છે. લેવાના આનંદથી અનેકગણો વધારે હોય છે. અને તેની અનુભુતિ, અનુભુવ કરવો એ પણ જીવનનો એક લ્હાવો, અવિસ્મરણીય યાદ બની રહે છે. તેવું અનુભવીઓ પાસેથી સાંભળ્યું છે અને છલોછલ ભરેલા દરિયામાંથી એક ડોલ પાણી ઓછુ થાય, કે સરાયુના જળમાં ચકલુ પાણી પીવે તો તે ઓછુ ન થાય તે પણ હકિકત છે.

અને તેવા દરિયાદિલ લોકો - દાતાઓ સમાજ માટે પ્રેરણારૂપી બની રહે છે.

અહેવાલઃ

પ્રવિણ વ્યાસઆંતરડી ઠારવા ઠેક ઠેકાણે સદાવ્રતો ચાલે, અશકત જરૂરતમંદો, ગરીબો, વૃધ્ધોને માટે ટીફીન સેવાની વ્યવસ્થા અને સેવાભાવી જમનાદાસ (રામને ભજીલ્યો) દ્વારા તો ભોજન સામગ્રી સાથે રથ નીકળે અને ઠેકઠેકાણે જઇ ભુખ્યાઓને ભોજન કરાવી તેનો જઠરાગ્ની શાંત કરે...!

મોરબી પાટીદાર સમાજના સેવાભાવી આગેવાનો દ્વારા હમણાં હમણાં ઘડીયા લગ્ન-સગાઇ અને લગ્ન સાથે યોજવાની અપીલને માન આપી તે દિશામાં પણ એક ઉમદા સામાજીક કાર્ય થઇ રહ્યુ છે અને ત્રણેક ડઝન જેટલા ઘડીયાલગ્નો યોજી સમાજને એક નવો રાહ ચીંધે છે.

અને ધાર્મિક કાર્યોની બાબતમાં વાત કરીએ તો અહીં મોરારીબાપુ, રમેશભાઇ ઓઝા, ગીરીબાપુ હોય કે પછી જીજ્ઞેશદાદા હોય કથાના આયોજનની વાત થાય પછી દાતાઓ વરસી પડે ગોતવા ન જાવા પડે. ગુજરાતમાં પ્રથમ વખત કહી શકાય તેવા યજ્ઞો અહીં યોજાય. ધાર્મિક તહેવારોની ઉજવણી, શ્રધ્ધાના પર્વો પણ આનંદ આનંદથી ઉજવાય.

શૈક્ષણીક ક્ષેત્રે પણ હબ બની ચુકેલા મોરબીમાં કોઇ તેજસ્વી છાત્ર આર્થિક સંકળામણ અનુભવતો હોય તો તેને દતક લેનારા મળી રહે. અમુક અમુક ખાનગી સંસ્થાઓમાં ગરીબ, વંચિત વિદ્યાર્થીઓને વિનામુલ્યે ભણાવી રહ્યાનું પણ સાંભળવા મળે છે.

જીવનમાં જો કુદરતે જેને જરૂરત કરતા ખુબ વધારે આપ્યું હોય તેઓને ખબર ન હોય તો આપવાનો આનંદ પણ અનેરો હોય છે. લેવાના આનંદથી અનેકગણો વધારે હોય છે. અને તેની અનુભુતિ, અનુભુવ કરવો એ પણ જીવનનો એક લ્હાવો, અવિસ્મરણીય યાદ બની રહે છે. તેવું અનુભવીઓ પાસેથી સાંભળ્યું છે અને છલોછલ ભરેલા દરિયામાંથી એક ડોલ પાણી ઓછુ થાય, કે સરાયુના જળમાં ચકલુ પાણી પીવે તો તે ઓછુ ન થાય તે પણ હકિકત છે.

અને તેવા દરિયાદિલ લોકો - દાતાઓ સમાજ માટે પ્રેરણારૂપી બની રહે છે.

અહેવાલઃ પ્રવિણ વ્યાસ

(11:53 am IST)