Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કચ્છમાં હથીયાર બનાવવાની મીની ફેકટરી ઝડપાઇ

દેશી બંદુક, કાર્ટીસ, લોખંડની વસ્તુઓ સહિતનો મુદ્દામાલ જપ્ત : આરોપીઓની શોધખોળ

ભુજ તા. ૧૧ : આગામી તહેવારોને અનુલક્ષીને અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબના સુચનાથી અને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના સભ્યોઙ્ગ ભુજ તાલુકામાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા પેટ્રોલીંગ ફરતા ફરતા ભુજ તાલુકાના જદુરા ગામના નાકા પાસે આવતાઙ્ગ ખાનગી અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે રેહા રોડ ઉપર જદુરા ગામના નવાવાસની ત્રીજી શેરીમાં રહેમતુલ્લા ઓસમાણ થેબાના રહેણાંક મકાનમાં પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા મજકુર રહેમતુલ્લા ઓસમાણ થેબા કે તેના ધરના કોઇ સભ્યો હાજર મળી આવેલ નહી અને ધર માંથી મુદામાલ મળી આવેલ છે.ઙ્ગ

જેમાં સીંગલ બેરલ મજલ લોડ હાથ બનાવટની દેશી બંદુક નંગ-૧, બાર બોર સીંગલ બેરલ હાથ બનાવટની દેશી બંદુક નંગ-૧, એક લોખંડની બેરલ વાળો બંધ હાલતનો કટો(તમંચો) નંગ-૧ તથા બટની ગ્રીપનો છુટો ભાગ, બારબોરના ખાલી વપરાયેલ કાર્ટીસ નંગ-૧૦૧, બારબોરના રીફીલીંગ કરેલાં (ફરીથી ભરેલા)કાર્ટીસ નંગ-૦૮, ટુલબોકસ જેમાં પાના, નટબોલ્ટ, હથોડી, ફરશી વિગેરે સાધનો છે તે છરા તથા ગોળીઓ બનાવવા માટેનુ સીસુ તથા ઝીણા છરા,ટોટીઓ વિગેરે લાકડાનુ ખાલી બટ મોટી સ્પ્રીંગ નંગ-ર તથા છુટુ મટીરીયલ, કાર્ટીસ રાખવાનો પટો, બે લોખંડના રોડ(ગજ), છુટા ટ્રીંગર નંગ-પ તથા એક ઘોડો (હેમર)તથા નાની સ્પ્રીંગ નંગ-૩ તથા એક લોખંડનુ નિશાન લેવા માટેનુ (એમીંગ) વિગેરે જપ્ત કરેલ છે.

કિ.રૂ.૩૮૮૦નો મુદામાલ કબ્જે કરી માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે. જેની આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.બી.ઓૈસુરા નાઓએ સભાળી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરેલ છે.

(3:44 pm IST)