Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

તળાજાના મેથળા ગામે પગ લપસતા વોકળામાં ડૂબી ગયો

સરપંચના ભાઇના મોતથી ગ્રામજનોમાં શોક

ભાવનગર તા. ૧૯ :.. ભાવનગર જીલ્લાનાં મેથળા ગામે વોકળાનાં વહેણમાં પડી જતાં ડૂબી જતા ગામનાં સરપંચના ભાઇનું મોત નિપજયુ હતું.

મળતી વિગતો મુજબ જીલ્લાનાં તળાજા તાલુકાનાં મેથળા ગામે રહેતાં ગોરધનભાઇ બારૈયા મધુવન રોડ પર ચાલીને જતાં હતા ત્યારે રસ્તામાં પગ લપસી જતાં પાણીનાં વોકળામાં પડયા હતાં અને તેમાં ડૂબી જતાં તેનું મોત નિપજયુ હતું. મૃતક ગોરધનભાઇ મેથળા ગામના સરપંચ ઘનશ્યામભાઇ બારૈયાનાં મોટાભાઇ થતા હતાં. આ બનાવથી મેથળા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

યુવાન ઉપર હૂમલો

મહુવામાં વલીભાઇનાં ચોક વિસ્તારમાં રહેતાં મુસ્તુફાભાઇ યુસુફભાઇ ભંડેરી (ઉ.૩પ) ઉપર આ જ વિસ્તારમાં રહેતાં ભરત નામનાં શખ્સે તલવાર વડે હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટયો હતો. આ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)