Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગોંડલના ભુણાવામાં દફનાવેલા બે બાળકોના મૃતદેહ બહાર કઢાયા

પ્રદુષિત પાણીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી મોત થયાનું અને પીએમ વગર જ દફન કરાતા પોલીસની કાર્યવાહી

 

ગોંડલ તાલુકાના ભુણાવા નજીક આવેલ ફેક્ટરીમાં ચાર દિવસ પહેલા બે માસૂમ બાળકોના પ્રદુષિત પાણી ભરેલા ખાડામાં પડી જવાથી થયેલ મોતની ઘટનાના સનસનીખેજ અહેવાલ બાદ પોલીસ તંત્ર દ્વારા ભુણાવા નજીક જમીનમાં દફન કરાયેલા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી તંત્ર દ્વારા પીએમ માટે ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ હાથ ધરાઇ હતી.

  પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે નજીક ભુણાવા પાસે આવેલ શ્રી પોલીમર્સ નામના કારખાનામાં ગત તા. 6ના 11:00 ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રહેલ અંદાજિત સાત ફૂટ ઊંડા પ્રદૂષિત પાણી ભરેલા ખાડામાં અભિષેક રાજેશસિંગ થાપા ઉમર વર્ષ 4 તેમજ વર્ષા લક્ષ્મણસિંહ સોનાર ઉમર વર્ષ 3 મૂળ બંને નેપાળી નું ડૂબી જવાથી મોત નિપજયુ હતુ. બનાવને પગલે ફેક્ટરી માલિકો દ્વારા ઘટનાનો ઢાંકપિછોડો કરવા ખાડામાંથી બાળકોના મૃતદેહોને કાઢી પીએમ કરાવ્યા વગર દફનવિધિ કરી નાખવામાં આવી હતી, ઉપરાંત પ્રદૂષિત પાણીના ખાડા ને બુરી દેવાયો હતો,

(11:14 pm IST)