Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

તાલાલા-૪II, વેરાવળ-૩II, સુત્રાપાડા-કોડીનાર-માળીયાહાટીના ૨II ઇંચ

મેઘરાજાએ વિસ્તાર વધાર્યોઃ ગીર સોમનાથ બાદ જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, જીલ્લામાં પણ આગમનઃ મેઘાવી માહોલ યથાવત

પ્રથમ તસ્વીરમાં માળીયાહાટીનામાં પડેલ ધોધમાર વરસાદ, બીજી તસ્વીરમાં ઉનાના ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડયો તે, ત્રીજી અને ચોથી તસ્વીરમાં ગીર સોમનાથ જીલ્લામાં પડેલ વરસાદથી ઠેર-ઠેર નદી-નાળા છલકાયા તે નજરે પડે છે (તસ્વીરઃ મહેશ કાનાબાર (માળીયાહાટીના), નવીન જોષી (ઉના), દેવાભાઈ રાઠોડ (પ્રભાસપાટણ)

રાજકોટ, તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં હવે ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યુ હોય તેવુ વાતાવરણ સર્જાઇ રહ્યુ છે. સોમવારે રાત્રીથી ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજાનું આગમન થયા બાદ આજે ત્રીજા દિવસે પણ ગીર સોમનાથ જીલ્લામાં અડધાથી ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગઇકાલથી આજે સવાર સુધીમાં તાલાલામાં સાડા ચાર ઇંચ, વેરાવળમાં સાડા ત્રણ ઇંચ, સુત્રાપાડા કોડીનારમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે જુનાગઢ જીલ્લાનાં માળીયાહાટીનામાં અઢી ઇંચ, માંગરોળ ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે બોટાદમાં પણ ૧ ઇંચ વરસાદ પડયો હતો.  મેઘરાજાએ વિસ્તાર વધાર્યો હોય તેમ ગીર સોમનાથ જીલ્લા બાદ જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ જીલ્લામાં પણ મેઘરાજા વરસ્યા. મેઘાવી માહોલ છવાઇ ગયો છે.

આજે રાજકોટ સહિત સોેરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ યથાવત છે.

પોરબંદર

 પોરબંદર અને રાણાવાવ માં આજે સવારે પોણા સાત વાગ્યા બાદ ઝરમર વરસાદ શરૂ થયેલ. કુતિયાણામાં સવારે છાંગા પડયા હતા.

ઉનામાં અર્ધો ઇંચ

ઉનામાં આજે સવારે ૭ વાગ્યા બાદ શરૂ થયેલ ધીમીધારે વરસાદ અર્ધા કલાકમાં અર્ધોઇંચ વરસી ગયો હતો ઉપરવાસમાં વરસાદને કારણે મચ્છુન્દ્રી નદીમાં નવા નીર વહેતા થયાં છે તુલસી શ્યામ પાસે રાવલ ડેમમાં ૧ ફુટ નવું પાણી આવ્યું છે.

ગીરપંથકમાં આવે મેઘરાજાએ મુકામ કર્યો  હતો જેમાં બપોરનાં ૧૨ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસવો શરૂ થતાં પાંચ કલાકમાં સાંજે ૫ વાગ્યા સુધીમાં ધોકડવામાં પ ઇંચ, તુલસીશ્યામ, જશાધાર ચીખલકુબા ર ઇંચ વરસાદ તથા ગીરગઢડા તાલુકામાં બાબરીયા, ભાખા, થોરડીમાં ૩ ઇંચ, વરસાદ વરસેલ છે. જયારે બેડીયામાં ૩ ઇંચ વાજડીચ ભાર્યા, જુના ઉગલા, નવાઉગલા, જાના સમઢીયાાળા, ગીરગઢડા, કંસારી સનખડા, સામતેર ગાંગડા, નીતલી, વડલી ર ઇંચ વરસાદ વરસી ગયો છે.

તાલુકાનાં બાબરીયા નદીમાં ઘોડાપુર આવ્યા છે. જયારે ઝાંખીયાનો ચેકડેમ ઓવરફલો જયો છે જયારે તુલસીશ્યામ માંથી પસાર થતી સાહી નદી બે કાંઠે વહે છે. તેમજ રાવલ, રૂપેણ, માલણ નદીમાં પૂર આવતા સનખડા ગામમાં પાણી ભરાઇ ગયા છે.

જયારે ઉના-ગીરગઢડા તાલુકામાં પીવાનું પાણી તથા સીંચાઇ માટે પાણી પુરુ પાડતો મછુન્દ્રી ડેમમાં પાણીની ૨૦ સે.મી. આવક થઇ છે. હાલ ૪.ર૦ મીટર સપાટી થઇ છે. ૧૦ મીટરે ઓવરફલો થાય છે. જયારે રાવલ ડેમ ઉપર પ૪ મી.મી. એટલે કે બે ઇંચ વરસાદ થઇ ગયો છે. જયારે નાના સમઢીયાળા ગામે માલણ નદી બે કાંઠે વહેતાં પાણખાણથી નાના સમઢીયાળા જતો રસ્તો બંધ થઇ ગયો હતો.

જયારે ઉના શહેરમાં આખો દિવસ ધાબળીયું વાતાવરણ રહેલ ઝરમર ઝરમર વરસાદ ૩ મી.મી. વરસી ગયો છે. મોસમનો કુલ ૭ ઇંચ નોંધાયો છે. ગીરગઢડા ઉના તાલુકાની તમામ નદીમાં પાણી આવતા કુવા-બોરનાં તળ ઉંચા આવશે.

માળીયા હાટીના

માળીયા હાટીનામાં રાત્રીના બે વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીમાં ૪ કલાકમાં ૭૫ મી.મી. ત્રણ ઇંચ તેમજ ૧૨ વાગ્યાથી પ વાગ્યા સુધીમાં પ કલાકમાં પપ મી.મી. ખાબકી ગયો છે. એટલે કે ૧૫ કલાકમાં પ ઇંચ પાણી પડયું છે. ૧૫ કલાકમાં ૧૫૫ મી.મી. વરસાદ પડયો છે. મોસમનો કુલ વરસાદ ૨૨૩ મી.મી. ૯ ઇંચ થયો છે. આજુબાજુનાં અમરાપુર-વીરડી, માતર વાણીયા જુથળ-ગળોદર, દુધાળા સહિત ગામે ગામમાં વરસદા પડો હતો.

ભાવનગર

ભાવનગર શહેરમાં મેઘાડંબર છવાયેલ રહે છે પરંતુ વરસાદ ન પડતાં નગરજનો નિરાશ થયા છે જયારે વલ્લભીપુરમાં એક ઇંચ, ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર શહેરમાં દિવસભર વાદળીયુ઼ વાતાવરણથી વરસાદી માહોલ ઉભો થાય છે. પરંતુ મેઘરાજાની મહેર ન થતાં નગરજનોમાં નિરાશા ફેલાઇ છે. દરમ્યાન જિલ્લાનાં વલ્લભીપુરમાં ઉમરાળામાં વરસાદ પડયો છે. વલ્લભીપુરમાં ૨૦ મી.મી. ઉમરાળામાં ૧૧ મી.મી. અને મહુવામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

ગોહિલવાડ પંથકમાં હવે મેઘરાજા મન મુકી વરસી પડે તેવી લોકો પ્રાર્થના કરી રહયા છે.

ભારતીય હવામાન વિભાગ તરફથી તારીખ ૧૦-૭-૧૮ થી ૧૨-૭-૧૮ દરમિયાન ભાવનગર જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડવાની  શકયતા છે. જેથી આ સમય દરમિયાન તમામ અધિકારીશ્રી/ કર્મચારીઓએ હેડકવાર્ટર નહિ છોડવા તેમજ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારી સાથે સાવચેત તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. અને જો કોઇ ઘટના બને તો કંટ્રોલ રૂમને તાત્કાલિક જાણ કરવા મામલતદારશ્રી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ભાવનગર દ્વારા જણાવવામાં આવેલ છે.

જામનગર

જામનગર શહેરનું તાપમાન ૩૩ મહતમ, ૨૮ લઘુતમ, ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૨.ર કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

પ્રભાસ પાટણ

પ્રભાસપાટણઃ કપીલા અને સરસ્વતી નદીઓમાં પુર આવતાં ત્રિવેણી સંગમમાં પાણી ભરાયેલ છે. અને આ સંગમમાં એક કિલોમીટરનો જે બંધ બનાવેલ છે તેના ઉપરથી પાણી દરિયામાં જાય છે આ અદ્દભુત નજારો જોઇને લોકોમાં આનંદ ઉલ્લાસ જોવા મળે છે.

ત્રિવેણી સંગમ છલોછલ ભરાયેલ છે અને વધારાનુંપાણી આ એક કિલોમીટરનાં પાળા ઉપરથી દરિયામાં જાય છે. આ બંધને ત્રણ યુવાનો સાહસ કરીને ઓળંગતા જોવા મળે છે આ પાણીનાં પ્રવાહને કારણે જો બેલેન્સ બગડેતો સીધા દરિયામાં જઇ શકે છે. છતાં આવું સાહસ કરે છે.

આજે સવારનાં ૮ વાગ્યા સુધીમાં પડેલ ૨૪ કલાકનાં વરસાદનાં આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

વેરાવળ

૮૬ મી.મી.

તાલાલા

૧૧૬ મી.મી.

સુત્રાપાડા

૬૪ મી.મી.

કોડીનાર

૬૦ મી.મી.

ગીરગઢડા

૪૪ મી.મી.

જુનાગઢ

જુનાગઢ

૧૫ મી.મી.

કેશોદ

૧૫ મી.મી.

માળીયા હાટીના

૬૬ મી.મી.

માણાવદર

૧૧ મી.મી.

માંગરોળ

૫૩ મી.મી.

મેંદરડા

૧૩ મી.મી.

વિસાવદર

૧૧ મી.મી.

વંથલી

૨ મી.મી.

બોટાદ

બોટાદ

૨૩ મી.મી.

ગઢડા

૪ મી.મી.

બરવાળા

૪૧ મી.મી.

રાણપુર

૧૩ મી.મી.

ભાવનગર

વલ્લભીપુર

૨૦ મી.મી.

મહુવા

૩ મી.મી.

અમરેલી

 

જાફરાબાદ

૧૨ મી.મી.

ખાંભા

૩ મી.મી.

પોરબંદર

 

પોરબંદર

૫ મી.મી.

સુરેન્દ્રનગર

ચોટીલા

૨ મી.મી.

ચુડા

૫ મી.મી.

થાનગઢ

૨ મી.મી.

લીંબડી

૨ મી.મી.

સાયલા

૩ મી.મી.

વઢવાણ

૪ મી.મી.

(12:09 pm IST)