Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મોરબી માળીયાની પ્રજા પાણી માટે પરેશાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અગાઉ પાણી આયોજન માટે રજુઆત કરી હતી

ભાજપ સરકારે આયોજન ન કરતી

મોરબી, તા.૧૧: મોરબી શહેર અને ૪૫ જેટલા મોરબી-માળીયાના ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓને પીવાનું પાણી આપવાની મચ્છુ ૨ ડેમ આધારિત પાણી પુરવઠા યોજના અંતર્ગત મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આગોતરૂ આયોજન કરવા રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને વરસાદ ખેંચાશે તો પાણીની તંગી સર્જાશે તે આશંકા સાચી ઠરી છે

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આગોતરા આયોજન કરવા કરેલી ભલામણને ધ્યાને ના લઈને ભાજપ સરકારે કોઈ આયોજન કર્યું ના હતું અને પરિણામે મોરબી શહેરની પ્રજાને ૨ દિવસે પાણી મળે અને ગ્રામ્ય પ્રજાને ૪ દિવસે પાણી મળે છે મચ્છુ ૨ ડેમમાં લાઈવ પાણીનો જથ્થો ઉતરોતર દ્યટતો જાય છે અને ડેડ સ્ટોક અઠવાડિયા સુધી ચાલે તેટલો જ છે.

અઆગામી દિવસોમાં પાણીનો વિકટ પ્રશ્ન સર્જાય સકે તેમ હોવાથી નર્મદાનું પાણી મચ્છુ ૨ ડેમમાં તાકીદે ઠાલવીને મોરબી-માળિયાની પ્રજાને પીવાના પાણીની તંગીની વિકટ સ્થિતિમાંથી ઉગારી લેવા ભાજપ સરકારની ફરજ બની રહે છે. હાલ નર્મદા ડેમમાં ૧૦૩ મીટર પાણી ઉપલબ્ધ છે અને મધ્યપ્રદેશમાં પણ ઉપરવાસમાં સારો વરસાદ થવાથી નર્મદા ડેમ દ્વારા સૌરાષ્ટ્રની પ્રજાની તરસ છીપાવવા નર્મદા પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી તુરંત આપવું જોઈએ અને પાણીની કટોકટી નિવારવી જોઈએ

ભાજપ માત્ર ઠાલા નિવેદનો કરીને બેસી રહેવાને બદલે આ મામલે નક્કર પગલા ભરે અને નર્મદા કેનાલ દ્વારા મચ્છુ ૨ માં પાણી તાકીદે વહેતું કરીને મોરબી શહેર અને ગ્રામ્ય પ્રજાની પાણીની હાડમારી દુર કરવાની માંગ કરી છે.

(11:37 am IST)