Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગોંડલના ભુણાવાની ફેકટરીમાં બે બાળકોના મોત અંગે પોલીસ તપાસ શરૂ

ફેકટરીના માલિક અને મૃત બાળકોના માતા - પિતાના નિવેદનો લેવાયા : વાલી બાળકોના મોત અંગે શંકા વ્યકત કરશે તો મૃતદેહોને બહાર કઢાશે

ગોંડલ તા. ૧૧ : ભુણાવા પાસે આવેલ ફેકટરીમાં બે દિવસ પહેલા બે બાળકોના ફેકટરીના પ્રદૂષિત પાણી ખાડામાં પડી જવાથી મોત નિપજયા અને તેને પીએમ કરાવ્યા વગર દફન કરી દીધાની ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ગામના પાટિયા પાસે શ્રી વાઘેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવે શ્રી પોલીમર્સ નામની ફેકટરીમાં બે દિવસ પહેલા બે બાળકોના દૂષિત પાણીના ખાડામાં પડી જવાથી ડૂબી જવાથી મોત થયાની ઘટનાનો અહેવાલ અખબારોમાં પ્રસિદ્ઘ થતા પોલીસ તંત્ર હચમચી ઉઠયું હતું  પી.એસ.આઇ મીઠાપરા એ જણાવ્યું હતું કે શ્રી પોલીમર્સ ભરતભાઈ ચતુર્ભુજ ભાઈ ડઢાણીયા ની માલિકીનું છે અને કારખાનાનાં પ્રદુષિત પાણી માટે બનાવવામાં આવેલ સોસ ખાડા માં નેપાળી અને છેલ્લા સાત માસથી મજૂરી કામે આવે રાજેશભાઈ પ્રેમ બહાદુર સિંઘના પાંચ વર્ષના પુત્ર અભિષેક અને ચાર વર્ષની પુત્રી વર્ષાનું ડૂબી જવાથી મોત નીપજયું હતું, બાળકોના મોત બાદ નેપાળી દંપતિ નોકરી છોડી ચાલી નીકળ્યો હોય તાકીદે શોધી કાઢી નિવેદન લઇ તપાસ શરૂ કરાઇ છે જો તેના વાલીવારસો બાળકોના મોત અંગે શંકા વ્યકત કરશે અને પીએમ ની માંગ કરશે તો મૃતદેહોને બહાર કાઢી પીએમ કરાવવામાં આવશે. પોલીસે ફેકટરીના માલીક અને મૃતક બાળકોના માતા - પિતાના નિવેદનો લીધા હતા.

શ્રી પોલીમર્સ પ્રદૂષિત પાણીના ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોનાં મોતની ઘટના અંગે આર.ટી.આઈ એકટવિટ વિક્રમસિંહ નોંઘુભા જાડેજા એ ગંભીર બનાવ માં ફેકટરી મલિક દવારા બનાવ ને છુપાવવા અંગે તેમજ પોલીસ પણ બનાવ અંગે અંધારામાં રહી હોય માહિતી અધિકાર હેઠળ ગોંડલ ડીવાયએસપી પાસેથી માહિતી માંગતા ચકચાર મચી છે.

(11:29 am IST)