Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સી.પી.એમ.ના ઉપલેટામાં ચક્કાજામ ૪૮ ની અટકાયત

ભાજપ સરકારની નિષ્ફળતાના વિરોધમાં

ઉપલેટા તા. ૧૧ :.. સી.પી.એમ.ની રાજય સમિતિએ જન આંદોલન જાહેર કરેલ આંદોલનના ભાગરૂપે મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્ને ઉપલેટામાં સી. પી. એમ.ના કાર્યકરો ખેડૂતો અને બેરોજગારોને સાથે રાખી સડકો ઉપર ઉતરી આવ્યા હતાં.

આંબેકડર ચોકમાં આંદોલનકારીઓએ સુત્રોચ્ચાર કરી બાદમાં રોડ ચક્કાજામ કરતા થોડીવાર માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો. અને મોંઘવારી પર રોક લગાવો-ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપોના સુત્રોચ્ચારથી બસ સ્ટેન્ડ ચોક ગુંજી ઉઠયો હતો.

ફરજ પરના  પોલીસ ઇન્સ્પેકટરે રસ્તો રોકી  બેઠેલા આંદોલનકારીઓમાંથી ૪૮ જેટલા લોકો સામે અટકાયતી પગલા ભરી જેલ હવાલે કરેલ હતાં. ઉપરોકત કાર્યક્રમ અંતર્ગત મંત્રી વિનુભાઇ ઘેરવડાએ સમગ્ર કાર્યક્રમની આગેવાની લીધેલ હતી. જયારે ચક્કાજામ વખતે કિશાન સભા રાજયના પ્રમુખ ડાયાભાઇ ગજેરા, તેમજ ખીમાભાઇ આલ દિલીપભાઇ વસરા, કાન્તીભાઇ સોલંકી, કિશોરભાઇ વગેરે જોડાયા હતાં. અને ધરપકડ વ્હોરી આવનાર દિવસોમાં ભાજપ શાસીત સરકાર વિરૂધ્ધ આંદોલન તેજ કરવાની ગતિવિધીઓ ઉપર ભાર મુકેલ હતો.

(11:27 am IST)