Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

વાહનચોર ત્રિપુટીને વાંકાનેર પોલીસે દબોચી લીધી : ર૦ બાઇકની ચોરીનો ભેદ ખૂલ્યો

રાજકોટની પાંચ, વાંકાનેરની ત્રણ, થાનની એક અને સેખરડીની ૧૧ તથા ગુંદાળા અને સેખરડીની શાળામાંથી બે કોમ્પ્યુટર ચોરીનો ભેદ ખૂલ્યો

રાજકોટ, તા. ૪ : વાંકાનેર નજીક પોલીસે બાતમીના આધારે ત્રણ શખ્સોને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ પૂછપરછ કરતા પાંચ રાજકોટ, ત્રણ વાંકાનેર તથા એક થાનમાંથી મોટર સાયકલ અને ગુ઼દાળા અને સેખરડી પ્રાથમિક શાળામાંથી બે કોમ્પ્યુટર સીસ્ટમ તથા સેખરડીની ૧૧ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે.

મળતી વિગત મુજબ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને મોરબી વિભાગના અધિકારી બન્નો જોષી સુપરવિઝનમાં પોલીસ ઇન્સ. બી.ટી. વાઢીયા, પો. સબ ઇન્સ. એમ.જે. ધાધલ તથા પ્રો. પો.સબ ઇન્સ.આર.પી. જાડેજા, પો. હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ જાડેજા, પો.ક ોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. હરેશભાઇ આગલ તથા પો.કોન્સ. અરવિંદભાઇ ઝાપડીયા , પો.કોન્સ. મહેન્દ્રભાઇ વડગામા , પો.કોન્સ. અરવિંદભાઇ ઓળકીયા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા, પો. કોન્સ. બ્રીરાજસિંહ વાળા એમ બધા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીમાં હતાં તે દરમ્યાન જીનપરા જકાતનાકા પાસે વાંકાનેર-મોરબી હાઇવે રોડ ઉપર આવતા સાથેના પો. કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. અરવિંદભાઇ ઝાપડીયા, પો. કોન્સ. સંજયસિંહ જાડેજા એમ ત્રણેયને સંયુકત રીતે હકીકત મળેલ કે ત્રણ ઇસમો ચોરીના બે મોટર સાયકલ જેમાં કાળા કલરનું લાલ પટ્ટાવાળુ હોન્ડા સી.બી.સાઇન તથા કાળા કલરનું પોપટી પટ્ટા વાળુ હોન્ડ સી.બી. હોનેન્ટ મો.સા છે તે ચોટીલા તરફથી વાંકાનેર તરફ લઇને આવે છે. જે હકીકત આધારે વોચમાં હતાં દરમ્યાન ત્રણ ઇસમો બે મો.સા. લઇને આવતા તેને રોકી પૂછપરછ કરતા ત્રણેયએ આ મો.સા. વાંકાનેર મોમાઇ શો-રૂમમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા જુગેશભાઇ ર્ફે જુગો વિહાભાઇ બાવળીયા (કોળી-ઉ.વ.૧૯) (રહે. શેખરડી તા. વાંકાનેર ીજ. મોરબી), જયસુખભાઇ સામતભાઇ ગોહેલ (કોળી) (ઉ.વ.ર૧) ધંધો-ખેતી( રહે. હાલ. જાલસીકા મૂળ રહે. ચોરડી તથા થાનગઢ જિ. સરેન્દ્રનગર) અને ગોપાલભાઇ લાલજીભાઇ ધોરીયા (કોળી) (ઉ.વ. ર૧) ધંધો-ખેતી (રહે. શેખરડી તા. વાંકાનેર જિ. મોરબી)ની ધરપકડ કરી હતી.

પોલીસે આ ત્રણેયની પૂછપરછ કરતા જુગેશ ઉર્ફે જુગો, જયસુખ અને ગોપાલે રાજકોટ ભકિતનગર, થોરાળા અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ અને થાનમાંથી એક અને વાંકાનેર સીટી અને તાલુકા વિસ્તારમાંથી ત્રણ બાઈક ચોરી કબુલી હતી. ઉપરાંત ત્રણેયે બામણબોરના ગુંદાળા પ્રાથમિક શાળા અને સેખરડીની પ્રાથમિક શાળામાંથી બે કોમ્પ્યુટર સીસ્ટમ ચોર્યાની કબુલાત આપી હતી. ત્યાર બાદ આ ત્રણેયે સેખરડી ગામમાંથી વધુ ૧૧ વાહન ચોરીની પણ કબુલાત આપી હતી. આ મામલે પોલીસે કુલ ૨૦ વાહનો અને બે કોમ્પ્યુટર સિસ્ટમ કબ્જે કરી રૂ. ૩,૫૭,૩૬૦નો મુદમાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલો જુગેશ ઉર્ફે જુગો ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે અને જયસુખ ધોરણ ૧૨મા અભ્યાસ કરે છે. ત્રણેય શખ્સોએ છેલ્લા ચાર માસમાં આ ચોરી કર્યાની કબુલાત આપી છે. આ ચોરીમાં વધુ શકસો સામેલ હોવાની શકયતા વ્યાપી રહી છે.(૮.૧૦)

(3:58 pm IST)
  • પેટ્રોલમાં કીટરે 14 પૈસા અને ડીઝલમાં 12 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,18 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,08 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા ચાર દિવસથી થતા ઘટાડામાં આ સૌથી વધુ ઘટાડો છે access_time 2:18 am IST

  • સુરતમાં ૭૦૦ જીઆરડી જવાનોને છુટા કરાવ્યા : હેડ કવાર્ટર ખાતે જવાનો એકઠા થયાઃ ૮ વર્ર્ષની નોકરી બાદ જીઆરડી જવાનોને છુટા કરાયાઃ ફરી નોકરીએ લેવા જવાનોએ અપીલ કરી access_time 3:55 pm IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST