Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ગોંડલમાં તોફાની પવન સાથે વરસાદ : વાસાવડ સહિતના ગામોમાં મેઘો મંડાયો

રાજકોટ :આજે  ગોડલમાં તોફાની પવન સાથે વરસાદની પધરામણી થઇ હતી. વરસાદના આગમથી ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે. રાજકોટના વસાવડ ગામ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

(9:44 pm IST)
  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST

  • હવે પંજાબ નેશનલ બેંક અને ICICIના ગ્રાહકોને પણ લોન પર વધુ વ્યાજ ચૂકવવુ પડશે કેમ કે, એસબીઆઈ બાદ હવે પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈએ પણ પોતાના વ્યાજદરોમાં વધરો કરી દીધો છે. આઈસીઆઈસીઆઈએ 5 વર્ષ માટે પોતાના લેંડિંગ રેટને 10 બેઝિઝ પોઈન્ટ્સ વધારતા 8.70 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જો કે લોન 3 મહિના માટે હશે તો વ્યાજદરમાં ફેર નહિ પડે. access_time 12:22 am IST

  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST