Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કાલે ધ્રાંગધ્રા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યુવાનો હાજર રહે

સુરેન્દ્રનગર, તા.૧૬: જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા - ધ્રાંગધ્રાના સહયોગથી તા.૧૭ના રોજ સવારના ૧૦.૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા હળવદ રોડ, ધ્રાંગધ્રા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તથા પાટડી વિસ્તારના ખાનગી ક્ષેત્રના વિવિધ ઔદ્યોગિક એકમો તેઓની એપ્રેન્ટીસની માન્ય જગ્યાઓ સામે ઉમેદવારોની પસંદગી માટે ઉપસ્થિત રહેનાર હોઈ, ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના ધોરણ-૮ થી ધોરણ-૧૨ પાસ, આઈ.ટી.આઈ. પાસ, ડિપ્લોમાં, ડીગ્રીમાં કોઈપણ સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા (ચાર નકલમાં), પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ તથા આધારકાર્ડ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે. (૨૩.૩)

ચોટીલા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સ્ટાફની નિમણુંક

સુરેન્દ્રનગરઃ- મામલતદારશ્રી – ચોટીલાની યાદીમાં જણાવ્યા પ્રમાણે ચોટીલા તાલુકાના ડાકવડલા, શેખલીયા, ચિરોડા(ભા), ભોજપરા, ડાકવડલા સીમશાળા, લાખણકા સીમશાળા, ફુલઝર સીમશાળા, અકાળા સીમશાળા, નાળીયેરી સીમશાળા, મેવાશા(શે) સીમશાળા અને રેશમીયા સીમશાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, ચોટીલા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૨૫ મે સુધીમાં મામલતદાર કચેરી ચોટીલા ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.

(11:50 am IST)