Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરતા સૌરાષ્ટ્રમાં વિજયોત્સવ

આતશબાજી, મિઠાઇનું વિતરણ કરીને ભાજપનાં આગેવાનો, કાર્યકરોએ વિજયના વધામણા કર્યા

પ્રથમ તસ્વીરમાં બાબરા, બીજી તસ્વીરમાં કાલાવડ અને ત્રીજી તસ્વીરમાં જામજોધપુરમાં વિજયના વધામણા કરાયા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૬ :.. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળતા અને સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરી આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વિજયના વધામણા કરવામાં આવ્યા હતાં.

જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરોએ  ફટાકડા ફોડયા હતા અને મિઠાઇનું વિતરણ કર્યુ હતું.

ખંભાળીયા

ખંભાળીયા : કર્ણાટક વિધાનસભાની તાજેતરમાં યોજાઇ  ગયેલી ચૂંટણીના ગઇકાલે મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં તોતીંગ કહી શકાય તેટલી ૧૦૪ સીટો સાથેના વિજયને ખંભાળીયાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો હતો.

કર્ણાટકમાં ભાજપનો ભવ્ય વિજય થતા ખંભાળીયામાં જોધપુર ગેઇટ ચોક ખાતે ભાજપના આગેવાનો-કાર્યકરો એકત્ર થયા હતાં. અને શહેર ભાજપ પ્રમુખ મનુભાઇ મોટાણીની આગેવાની હેઠળ ફટાકડા ફોડી, સૌના મોં મીઠા કરાવવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો શૈલેષભાઇ કણઝારીયા, યોગેશભાઇ મોટાણી, જગુભાઇ રાયચુરા, ભીખુભા જેઠવા, અનિલભાઇ તન્ના, કાળુભાઇ માવદીયા, હાર્દિક મોટાણી, માણેક કાકા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

જામજોધપુર

જામજોધપુર : કર્ણાટક  વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવતા આ જીતને જામજોધપુર ભાજપના અગ્રણી ચેરમેન અમુભાઇ વૈશ્નાણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, સહકારી મંડળીના ઉપપ્રમુખ ગીરીશભાઇ ખાંટ, ભાજપના જયસુખભાઇ વડાલીયા, માર્કેટીંગ યાર્ડના પુર્વ પ્રમુખ ચીમનભાઇ વાછાણી વગેરે એ શહેરમાં ઢોલ નગારા વગાડી, આતશબાજી કરી કાર્યકરોને મીઠાઇ વહેચી મોઢા મીઠા કરાવેલ.

મોરબી

મોરબી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી મોટા પક્ષ તરીકે ઐતિહાસીક જીત મેળવતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા મંગળવારે સાંજે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

ભાજપ દ્વારા નાગરીકોના મીઠા મોઢા કરવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવ્યા હતાં.

તેમ મોરબી જીલ્લા ભાજપ કાર્યાલયના ઇન્ચાર્જ વિજય લોખીલે જણાવ્યું છે.

કાલાવડ

કાલાવડ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલ ભવ્ય જીતને વધાવવા માટે કાલે સાંજે પ.૩૦ વાગ્યે કાલાવડ નગરપાલિકા સામે રાખવામાં આવી હતી. તેમ ભાજપ શહેર - ગ્રામ્યની યાદીમાં જણાવ્યું હતું.

બાબરા

બાબરા : શહેર અને તાલુકા ભાજપ દ્વારા નાગરીક બેંક ચોકમાં વિજય ઉત્સવ બનાવી પેંડા વેચી સાથે આતશબાજી કરી વિજય ના હકકદાર અમિતભાઇ શાહને અભિનંદન પાઠવ્યા હતા આ તકે માજી ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયા તાલુકા ભાજપના પ્રમુખ નીતિનભાઇ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ આંબલીયા ભાજપના વરિષ્ઠ આગેવાનો બિપીનભાઇ રાદડીયા શહેર ભાજપના મહામંત્રી અલ્તાફભાઇ નથવાણી, મુકેશભાઇ ખોખરીયા તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઇ ભાયાણી, ભુપેન્દ્રભાઇ બસીયા, મુનાભાઇ મલકાણ, શહેર ભાજપ અગ્રણી શહેર ભાજપના ઉપપ્રમુખ દિપક કનૈયા, અંકુર જસાણી, બાવકુભાઇ ત્રિવેદી, પંકજભાઇ અનિલભાઇ ચૌહાણ, રાજુભાઇ વિરોજા, હીમતભાઇ દેત્રોજા જોડાયા હતાં.

(11:38 am IST)