Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભાવનગરમાં રવિ કોળીની હત્યા

ભાવનગર તા.૧૬ : ભાવનગર શહેરના રૂવાપરી રોડ વિસ્તારમાં આજે બપોરે બે જુથો વચ્ચે  અથડામણ થતાં  એક યુવાનની હત્યા થઇ છે.

આજે બપોરે શહેરના રૂવાપરી રોડ ઉપર  ટ્રક બાબતે  બે જુથો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બીચકતા કુહાડી, પાઇપ વડે  સામ સામે હુમલો થયેલ જેમાં રવિ જીતુભાઇ રાઠોડ ઉ.વ.૩૦ નામના કોળી યુવાન નું મોત નિપજયુ હતુ જયારે ચાર ને ગંભીર ઇજા  થતા હોસ્પીટલે ખસેડાયેલ  છે.

બનાવની જાણ થતાં જ સી ડીવીઝન પોલીસ, એલ.સી.બી. પોલીસનો  સ્ટાફ ઘટના સ્થળે દોડીગયો હતો ખુનના આ બનાવ થી  નાસભાગ મચી ગઇ હતી મૃતક યુવાન શહેરમાં પ્રભુદાસ તળાવ,ખલાસી સોસાયટી, મ્યુ. કવાર્ટર પાછળ રહેતો હોવાનું જાણવા મળેલ  છે.(૩.૧૦)

(4:42 pm IST)