Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ચોટીલામાં સગીરાને ભગાડી જનાર દિનેશ મકવાણા ઝડપાયા

વઢવાણ - ચોટીલા તા. ૧૬ : ચોટીલા પોપટપરામાંથી સાથે કડીયાકામ કરતા ફરિયાદીની સગીર વયની દીકરીને તા.૨૨/૩/૨૦૧૮ ના રોજ મફતીયાપરામાં રહેતો આરોપી દીનેશભાઈ દાનાભાઈ મકવાણા પ્રેમની ઝાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી, ભગાડી જતા સગીરાનાં પિતાએ તેની વિરુદ્ઘ ગુનો દાખલ કરાવેલ.ઙ્ગ

ચોટીલા પોલીસમાં ઇન્ડયન પીનલ કોડ તથા પોકસો એકટ મુજબની આરોપી સામે ફરિયાદ થતા નાસતા ફરતા જેઓને પોલીસે મોરબી ખાતેથી બાતમીના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસને બાતમી મળેલ કે ભાગેલ સગીર છોકરી તથા આરોપી મીરબી સોગો સીરામીકના કારખાનાની પાછળ રહે છે અને કામ શોધવા ફરે છે, જેથી પીઆઇ પી ડી પરમારનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ચંદ્રકાન્ત માઢક, સી.બી.રાંકજા સ્ટાફના હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, જુવાનસિંહ, વસંતભાઈ, વિલાશબેન સહિતની ટીમ દ્વારા આરોપી દિનેશભાઇ દાનાભાઈ મકવાણા અનુ.જાતીને ભોગ બનનાર સાથે મોરબીથી પધરપકડ કરી ચોટીલા લવાયેલ છે

આરોપી પૂછપરછમાં તેને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોઈ, સગીર છોકરીની મરજીથી ભાગી ગયેલ હોવાની તેમજ પોતે પરણિત અને બે સંતાનનો પિતા હોવાનીઙ્ગ કબુલાત કરી છે. આરોપીની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે.ઙ્ગ(૨૧.૧૮)

(1:01 pm IST)