Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વાંકાનેરમાં શ્રી પાર્થધ્વજ હનુમાનજી મંદિરે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતિ

કાલે મંગળવારે સમૂહ લગ્નોત્સવમાં આઠ નવદંપતિ પ્રભુતાના પગલા પાડશે : રકતદાન કેમ્પ યોજાશે

વાંકાનેર, તા. ૧૬ : જીનપરા ગૌશાળા રોડ ઉપર શ્રી પાર્થધ્વજ હનુમાનજીના સાંનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો આજે સાંજે પુર્ણાહુતિ થશે. વ્યાસપીઠ પર મોરબી વાળા શ્રી રામેશ્વરીબહેનના મધુરકંઠે અને શ્રી શિવ મહાપુરાણમાં આવતા એક-એક પ્રસંગને દૃષ્ટાંત સાથે સંગીતમય શૈલીમાં રજૂ કરી શ્રોતાગણને મંત્રમુગ કરી દીધા હતાં.

કાલે મંગળવારે અગીયારમો સર્વે જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં આઠ વર-વધુઓ લગ્નગ્રંથીથી જોડાશે. શ્રી ગાયત્રી પરિવાર દ્વારા સમૂહલગ્ન વીધી સંમ્પન કરાવશે. સવારે ૭ વાગ્યાથી જાન આગમન બાદ લગ્નવીધી સાથે યજ્ઞોપવિત તેમજ લગ્ન સ્થળ ઉપર મહારકતદાન કેમ્પ પણ યોજાશે જેમાં સર્વે રકતદાતાઓએ પધારવા અને રકતદાન કરી આપણું લોહી કોઇકની જીંદગી બચાવી શકે છે તે સુત્રને સાર્થક કરવા શ્રી પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમમાં સંતો-મહંતો તથા યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સહિતના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ ભૂમિ ગ્રુપ-ગોંડલના અને વાંકાનેરના આંગણે યોજાતા આ સમૂહ લગ્નોત્સવના સહયોગથી શ્રી શકિતસિંહ જાડેજા તથા તેમના પરિવારજનો, આમંત્રીતો ઉપસ્થિત રહશે.(૮.૭)

(11:59 am IST)